પ્રવાસીઓના ખિસ્સા પર મોટી કાતર મૂકવાની તૈયારીમાં એરલાઇન્સ! આ છે પ્લાનિંગ
તેલની વધતી કિંમત અને નિંયંત્રીત ભાડાના કારણે એરલાઇન્સીઝ પર વધારે આર્થિક દબાણ છે
નવી દિલ્હી / સમીર દીક્ષિત : તેલની વધતી કિંમત અને નિંયંત્રીત ભાડાના કારણે એરલાઇન્સીઝ પર વધારે આર્થિક દબાણ છે. જોકે તમામ એરલાઇન્સીઝે પ્રવાસીઓના ખિસ્સા પર કાતર મુકવાનો રસ્તો શોધી નાખ્યો છે. મળતી માહિતી પ્રમાણે એરલાઇન્સ ancilliary રેવન્યુ વધારવાના પ્લાન પર કામ કરી રહી છે.
Ancilliary રેવન્યુ વધારવા માટે એરલાઇન્સ પાંચ મોટા નિર્ણયો લઈ શકે છે. આ નિર્ણયોમાં હવાઇ ટિકિટ કેન્સલેશન, રિશેડ્યુલિંગ, ઓનબોર્ડ મિલ, બેગેજ શુલ્કમાં વધારો અથવા તો કાર્ગો ચાર્જમાં વધારો શામેલ હોઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે એરલાઇન્સ સામેથી આકર્ષક airfare તો ઓફર કરશે પણ જો તમે ટિકિટ કેન્સલ કે રિશેડ્યુલ કરશો 50%થી વધારે રિફંડ નહીં મળે. આ સિવાય પ્રવાસમાં ઓનબોર્ડ ભોજનનો સમાવેશ નહીં થાય. આ સિવાય એરલાઇન્સ બેગેજના મામલે પણ કડક નિર્ણય લેવામાં આવશે.
વધતી સ્પર્ધા અને ઘટી રહેલી કમાણીમાં ટકી રહેવા માટે એરલાઇન્સ હવે કાર્ગો ઉપર પણ ધ્યાન આપી રહી છે અને એના માધ્યમથી રેવન્યુ વધારવાનો વિચાર ચાલી રહ્યો છે. એરલાઇન્સને બહુ સારી રીતે ખબર છે કે ટિકિટની કિંમત વધારવાતી ડિમાન્ડ ઘટી શકે છે પણ આ બધા રસ્તાથી સારી એવી કમાણી કરી શકાશે.