ટેલિકોમ કંપનીઓએ ફૂંકેલા દેવાળાની નાગરિકોને સીધી અસર થશે, વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહેજો
દૂરસંચાર સંકટની અસર હવે સામાન્ય નાગરિકો પર પડવાની છે. દેશની સૌથી મોટી દૂરસંચાર કંપનીઓ ભારતી એરટેલ તેમજ વોડાફોને 1 ડિસેમ્બરથી પોતાના ટેરિફ પ્લાનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીઓના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) બાદ આ નિર્ણય સામે આવ્યો છે. જોકે, બંને કંપનીઓએ હજી જણાવ્યું નથી કે, સામાન્ય લોકોના ખિસ્સા પર તેની કેટલી અને કેવી અસર પડવા જઈ રહી છે. પણ અસર કરશે તે નક્કી...
નવી દિલ્હી :દૂરસંચાર સંકટ (Telecom Sector) ની અસર હવે સામાન્ય નાગરિકો પર પડવાની છે. દેશની સૌથી મોટી દૂરસંચાર કંપનીઓ ભારતી એરટેલ (Airtel) તેમજ વોડાફોને (Vodafone) 1 ડિસેમ્બરથી પોતાના ટેરિફ પ્લાનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીઓના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) બાદ આ નિર્ણય સામે આવ્યો છે. જોકે, બંને કંપનીઓએ હજી જણાવ્યું નથી કે, સામાન્ય લોકોના ખિસ્સા પર તેની કેટલી અને કેવી અસર પડવા જઈ રહી છે. પણ અસર કરશે તે નક્કી...
આ જિલ્લામાં લગ્નના માગા લઈને જતા પહેલા બે બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે
ભારતી એરટેલે એક નિવેદનમાં કહ્યું કે, દૂરસંચાર ક્ષેત્રમાં તેજીથી બદલતી નીતિની સાથે વધારાના ઈન્વેસ્ટમેન્ટની ખરેખર જરૂર છે. તેથી આ બાબત અત્યંત મહત્વપૂર્ણ છે કે, ઉદ્યોગ ડિજીટલ ઈન્ડિયના દ્રષ્ટિકોણનું સમર્થન કરવા માટે હંમેશા વ્યવહારિક રહ્યાં છીએ. તેમાં કહેવાયું છે કે, એરટેલ 1 ડિસેમ્બરથી તેના પ્લાનમાં યોગ્ય વધારો કરશે.
વોડાફોને ટેલિકોમ ક્ષેત્રમાં ફાઈનાન્શિયલ સંકટનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેનો તમામ હિતધારકોએ સ્વીકાર કર્યો છે અને કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં સચિવોની એક ઉચ્ચસ્તરીય કમિટી યોગ્ય રાહત પહોંચાડવા પર વિચાર કરી રહી છે.
વોડાફોન, આઈડિયા લિમિટેડે કહ્યું કે, તે ઉપયુક્ત રુપથી ટેરિફમાં વધારો કરશે, જે 1 ડિસેમ્બરથી અસર કરશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube