Airtel Digital TV અને Dish TV થઇ શકે છે એક, બનશે ભારતની સૌથી મોટી DTH કંપની
મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો હવે ટેલિકોમ સુધી સીમિત રહી નથી. કંપની ટૂંક સમયમાં પોતાની DTH સેવાઓ પણ લોન્ચ કરવાના પ્લાનિંગમાં છે. એવામાં કંપની ઇંડસ્ટ્રીમાં પગ મુકતાં પહેલાં લાગે છે કે બાકી કંપનીઓ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિયોએ કેબલ કંપનીઓ જેમ કે Hathway, Datacom અને DEN નેટવર્કનો મોટો ભાગ તો પોતાના નામે કરી લીધો છે. આ પરિસ્થિતિમાં મીડિયા રિપોર્ટસ અનુસાર Bharti Airtel, Dish TV સાથે મર્જરની પ્લાનિંગ કરી રહી છે. જિયોના ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં આવ્યા બાદ મોટા પાયે ઘણા ફેરફાર થયા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે કંપનીઓ પહેલાંથી જ જિયોના પ્લાનને ટક્કર આપવા માટે તૈયારી કરી રહી છે.
નવી દિલ્હી: મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો હવે ટેલિકોમ સુધી સીમિત રહી નથી. કંપની ટૂંક સમયમાં પોતાની DTH સેવાઓ પણ લોન્ચ કરવાના પ્લાનિંગમાં છે. એવામાં કંપની ઇંડસ્ટ્રીમાં પગ મુકતાં પહેલાં લાગે છે કે બાકી કંપનીઓ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિયોએ કેબલ કંપનીઓ જેમ કે Hathway, Datacom અને DEN નેટવર્કનો મોટો ભાગ તો પોતાના નામે કરી લીધો છે. આ પરિસ્થિતિમાં મીડિયા રિપોર્ટસ અનુસાર Bharti Airtel, Dish TV સાથે મર્જરની પ્લાનિંગ કરી રહી છે. જિયોના ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં આવ્યા બાદ મોટા પાયે ઘણા ફેરફાર થયા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે કંપનીઓ પહેલાંથી જ જિયોના પ્લાનને ટક્કર આપવા માટે તૈયારી કરી રહી છે.
ટ્રિપલ રિયર કેમેરા સાથે લોન્ચ થયો Vivo X27 અને Vivo X27 Pro, જાણો કિંમત અને ફીચર્સ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મર્જરને લઇને વાતચીત શરૂઆતી તબક્કામાં છે. અત્યારે આ મર્જરને લઇને કોઇ સંભાવનાઓ શોધવામાં આવી રહી છે. જો એમ થાય છે તો DTH ક્ષેત્રમાં જિયોને ટક્કર મળશે. Airtel Digital TV અને Dish TV મળીને મોટું એકમ બની જશે. બંને એક થતાં આ દુનિયાની સૌથી મોટી ટીવી ડિસ્ટ્રિબ્યૂશન કંપની બનશે. બંને મળીને 38 મિલિયન સબ્સક્રાઇબર્સ થઇ જશે અને ભારતમાં DTH બજારનો 61 ટકા ભાગ બનશે.
Photos: આ છે ઉડતી મોટરસાઇકલ, હવામાં પહોંચવામાં લે છે 60 સેકન્ડનો સમય
જોકે Dish અને Videocon ના મર્જર બાદ કંપનીની વેલ્યૂ 17000 કરોડ રૂપિયા થઇ જશે. Airtel Digital TV નો રેવેન્યૂ સારો છે કંપનીએ 1000 કરોડ રૂપિયાનો રેવન્યૂ અને 15 મિલિયન સબ્સક્રાઇબર્સ જનરેટ કર્યા છે. તેમાંથી કંપનીએ 230 રૂપિયાનો ARPU પ્રાપ્ત થયો છે જે ઇંડસ્ટ્રીમાં સૌથી ટોચ પર છે. આ સાથે જ જિયો, જે Airtel નો ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં સૌથી મોટા પ્રતિસ્પર્ધી, DTH બિઝનેસમાં પણ તેને આકરી ટક્કર આપવાની છે. આ પ્રકારે Airtel અને Dish TV નું મર્જર એક યોગ્ય પગલું લાગે છે.