TRAI Rule Change: TRAI એ ટેલિકોમ નિયમોમાં ફેરફાર કર્યો છે. નવો નિયમ 1 નવેમ્બર 2024થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. વાસ્તવમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈએ તમામ ટેલિકોમ ઓપરેટર્સને 1 નવેમ્બરથી મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે નવા મેસેજ ટ્રેસિબિલિટી નિયમ?
હવે સવાલ એ ઉભો થાય છે કે મેસેજ ટ્રેસીબિલિટી શું છે? તો તમને જણાવી દઈએ કે 1 નવેમ્બરથી તમારા ફોન પર આવતા તમામ મેસેજનું મોનિટરિંગ વધુ સઘન કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો તમારા મોબાઈલ પર આવતા તમામ પ્રકારના ફેક કોલ અને મેસેજને રોકવા માટે એક નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. તેનાથી ફેક કોલ અને મેસેજને ઓળખવામાં સરળતા રહેશે. જો તમે આવા કોઈ મેસેજ અથવા કૉલ્સ પ્રાપ્ત કરવા માંગતા નથી, તો તમને તેમને બ્લોક કરવાનો વિકલ્પ આપવામાં આવશે.


ટ્રાય એ નક્કી કરી 1 નવેમ્બરની ડેડલાઈન
TRAIએ ઓગસ્ટમાં તમામ ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યો હતો કે બેંક, ઈ-કોમર્સ અને નાણાકીય સંસ્થાઓ તરફથી આવતા આવા તમામ મેસેજને બ્લોક કરવા સૂચના આપી હતી જે ટેલીમાર્કેટિંગ અને પ્રમોશન સાથે સંબંધિત છે. ટ્રાઈએ કહ્યું કે ટેલિમાર્કેટિંગ મેસેજનું પ્રમાણભૂત ફોર્મેટ હોવું જોઈએ, જેથી તેને ઓળખી શકાય અને પ્રમોશનલ કોલ અને મેસેજ લાલ ફ્લેગવાળા હોવા જોઈએ, જેથી યુઝરને ખબર પડે કે તે તેના મોબાઈલ પર આવતા મેસેજ અને પ્રમોશન છે. તેનાથી છેતરપિંડીની સમસ્યાથી છુટકારો મળી શકે છે.


ભારતમાં ઝડપથી વધી રહ્યા છે ઓનલાઈન છેતરપિંડી 
જો કે, નવા નિયમના અમલીકરણમાં સમસ્યા એ છે કે તે આવશ્યક બેંકિંગ મેસેજ અને OTP મળવામાં વિલંબનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ઓનલાઈન પેમેન્ટમાં અવરોધ આવી શકે છે. ટેલિકોમ ઓપરેટરે કહ્યું કે તે 1 નવેમ્બરથી નવી સિસ્ટમ લાગુ કરવા માટે તૈયાર છે. ભારતમાં દરરોજ લગભગ 1.5 થી 1.7 અબજ કોમર્શિયલ મેસેજ મોકલવામાં આવે છે.


Jio Airtel Vi એ માંગ્યું 2 મહિનાનું ડિસ્કાઉન્ટ
સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (COAI), Jio, Airtel, Vodafone-Ideaની સભ્યપદ ધરાવતી સંસ્થાએ આ મામલે TRAIને પત્ર લખીને મોબાઈલ ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવામાં 2 મહિનાની છૂટછાટ આપવા જણાવ્યું છે.