આકાશ-શ્લોકાની સગાઈની તારીખ થઈ જાહેર, વાઇરલ થયું ઇ-ઇન્વિટેશન કાર્ડ
મળતી માહિતી પ્રમાણે આકાશ અને શ્લોકાની લગ્નની તારીખ પણ લગભગ ફાઇનલ છે
નવી દિલ્હી : દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્નની તારીખ લગભગ નક્કી થઈ ગઈ છે. ઉદ્યોગપતિ રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે તેના લગ્ન ડિસેમ્બર મહિનામાં થશે. ગોવામાં થયેલી પ્રી-એન્ગેજમેન્ટ સેરિમની પછી સતત ચર્ચા હતી લગ્ન વર્ષના અંત સુધીમાં થઈ શકે છે. જોકે હાલમાં તો આ જોડીની સગાઈની તારીખ નક્કી થઈ ગઈ છે અને બધા મહેમાનોને સગાઈનું આમંત્રણ પહોંચવાનું શરૂ પણ થઈ ગયું છે.
EXCLUSIVE : શું નહીં થાય વોડાફોન-આઇડિયાનું બહુ ગાજેલું મર્જર? બેંકોને છે આ ડર
મળતી માહિતી પ્રમાણે આકાશ અને શ્લોકાની સગાઈ એન્ટિલિયા ખાતે 28-30 જૂન દરમિયાન યોજાશે. અંબાણીપરિવાર પોતાપોતાના મિત્રઓને આ આમંત્રણ કાર્ડ મોકલી રહ્યા છે. આ આમંત્રણને વ્યક્તિગત રીતે ઓનલાઇન અને પછી રૂબરૂ મોકલવામાં આવી રહ્યું છે. આ ઓનલાઇન કાર્ડ પારંપરિક સંગીત સાથે એક મિનિટની ક્લિપ તરીકે મોકલવામાં આવી રહ્યું છે. આમ, કાર્ડ મોકલવામાં આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
બિઝનેસ જગતના અપડેટ જાણવા કરો ક્લિક