Akshay Tritiya: સોનાના ભાવે બજેટ બગાડ્યું? ચિંતા ન કરો...અખાત્રીજ પર માત્ર 11 રૂપિયામાં ખરીદો શુદ્ધ સોનું, જાણો કઈ રીતે
Akshaya Tritiya 2024: સોનાની વધતી કિંમતોના કારણે સોનું લોકોની પહોંચથી દૂર જઈ રહ્યું છે. લોકો તે ખરીદતા અચકાય છે. સોનાની કિંમત 70 હજાર રૂપિયા પાર પ્રતિ તોલો પહોંચી ગઈ છે. આવામાં લોકો અક્ષય તૃતિયાના દિવસે સોનું કેવી રીતે ખરીદવું તે વિચારે છે. જો કે હવે તમારે જરાય નિરાશ થવાની જરૂર નથી. તમારી પાસે સમય અને પૈસા બંને બચાવીને બજેટ પ્રમાણે સોનું ખરીદવાની તક છે.
Akshaya Tritiya 2024: અક્ષય તૃતિયા એટલે કે અખા ત્રીજ પર સોનાની ભારે ભરખમ કિંમતના કારણે જો તમે સોનું ખરીદતા ગભરાઈ રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ કામના છે. અખાત્રીજ પર સોનું ખરીદવું એ ખુબ જ શુભ માનવામાં આવે છે. સોનું ખરીદવું એ ધન અને સૌભાગ્ય માનવામાં આવે છે. પરંતુ સોનાની વધતી કિંમતોના કારણે સોનું લોકોની પહોંચથી દૂર જઈ રહ્યું છે. લોકો તે ખરીદતા અચકાય છે. સોનાની કિંમત 70 હજાર રૂપિયા પાર પ્રતિ તોલો પહોંચી ગઈ છે. આવામાં લોકો અક્ષય તૃતિયાના દિવસે સોનું કેવી રીતે ખરીદવું તે વિચારે છે. જો કે હવે તમારે જરાય નિરાશ થવાની જરૂર નથી. તમારી પાસે સમય અને પૈસા બંને બચાવીને બજેટ પ્રમાણે સોનું ખરીદવાની તક છે.
સમય અને પૈસા બંને બચશે
તમે ફક્ત 11 રૂપિયામાં સોનું ખરીદી શકશો. આ માટે તમારે જ્વેલરની દુકાને જવાની પણ જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા બજેટ પ્રમાણે સોનું ખરીદી શકો છો. તમે ડિજિટલ વોલેટ જેમ કે પેટીએમ, ફોન પે, ગૂગલ પે દ્વારા ઘરે બેઠા સોનું ખરીદી શકો છો. તમે ઘરે બેઠા ગણતરીની પળોમાં તમારા બજેટ પ્રમાણે ગોલ્ડની ખરીદી ઓનલાઈન કરી શકો છો.
શું છે આ ડિજિટલ સોનું?
ફિઝિકલ ગોલ્ડની સરખામણીમાં ડિજિટલ ગોલ્ડ રોકાણ માટે એક સારો વિકલ્પ છે. ફિઝિકલ ગોલ્ડની જેમ તમને તેમાં શુદ્ધતાનું ટેન્શન હોતું નથી. તમને 999.9 ટકા શુદ્ધ સોનું મળે છે. એટલું જ નહીં તમારે ફિઝિકલ ગોલ્ડની જેમ સુરક્ષિત રાખવા માટે તિજોરી કે પછી બેંક લોકરનો ખર્ચો પણ કરવો પડતો નથી. તમે તમારા ફંડ પ્રમાણે સોનાના સિક્કા કે બાર ખરીદી શકો છો. તમે ગૂગલ પે, ફોન પે, પેટીએમ, એચડીએફસી સિક્યુરિટીઝ, મોતીલાલ ઓસવાલ જેવા પ્લેટફોર્મથી ડિજિટલ ગોલ્ડની ખરીદી કરીને અખા ત્રીજને શુભ બનાવી શકો છો. તમે ફોન પે પર સર્ચ ઓપ્શન લખો, ત્યાં Paytm Gold ના વિકલ્પ પર ક્લિક કરો. તમને ત્યાં વજન અને પૈસા બંનેનો વિકલ્પ મળશે. તમે 11 રૂપિયાની અમાઉન્ટ જેવી નાખશો કે તમને ત્યાં સોનાનું વજન પણ જોવા મળશે. પે નાઉના ઓપ્શન પર ક્લિક કરો. તમારી ખરીદી થઈ જશે.
કેવી રીતે કરવી ખરીદી
આ માટે તમે જે ડિજિટલ પ્લેટફોર્મથી સોનું ખરીદવા માંગતા હોવ તેને ઓપન કરો.
- સર્ચ બારમાં ગોલ્ડ લોકર લખો.
- ગોલ્ડ લોકર પર ક્લિક કરીને, Buy પર ક્લિક કરો.
- તમે જેટલું સોનું ખરીદવા માંગતા હોવ, તે રૂપિયામાં લખો.
- પેમેન્ટ ગેટવે પસંદ કર્યા બાદ પેમેન્ટ વિકલ્પ પસંદ કરો.
કેવી રીતે રખાય છે તમારું ગોલ્ડ
ડિજિટલ ગોલ્ડમાં તમારું સોનું Gold Accumulation Plan (GAP) માં રાખવામાં આવે છે. તેને મેનેજ કરવાનું કામ એમએમટીસી-પીએએમપીનું હોય છે. અહીં તમારું સોનું સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય છે. તમે અહીં તમારા ગોલ્ડને મોનિટરિંગથી લઈને તમારા તમામ ટ્રાન્ઝેક્શન જોઈ શકો છો. તમે જ્યારે ઈચ્છો ત્યારે સોનું ખરીદી કે વેચી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube