ITR Alert! માત્ર થોડા દિવસ બાદી, તરત ફાઈલ કરો તમારું ITR; નહીં તો ભરવો પડશે ડબલ TDS
જો તમે હજી સુધી કોઈપણ કારણોસર Income Tax રિટર્ન ફાઇલ કર્યું નથી, તો જલદીથી ભરો. કારણ કે જો તમે 30 જૂન સુધીમાં રિટર્ન ફાઇલ કરશો નહીં
નવી દિલ્હી: Income Tax Return: જો તમે હજી સુધી કોઈપણ કારણોસર Income Tax રિટર્ન ફાઇલ કર્યું નથી, તો જલદીથી ભરો. કારણ કે જો તમે 30 જૂન સુધીમાં રિટર્ન ફાઇલ કરશો નહીં, તો પછી 1 જુલાઈથી તમારે ડબલ TDS ભરવો પડશે. ITR ફાઇલ ન કરનારાઓ માટે આવકવેરા વિભાગે કડકતા દર્શાવી છે. તે જ સમયે, નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. આ સાથે, આવકવેરાનું નવું પોર્ટલ પણ શરૂ થઈ ગયું છે.
ITR ભરવાનો નહીં તો લાગશે ડબલ TDS
Finance Act, 2021 ના નવા નિયમો અનુસાર જો ટેક્સપેયર સતત બે વર્ષ સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતું નથી. તો તેણે ડબલ TDS અને TCS ચૂકવવા પડશે. જો આ બે વર્ષ માટે TDS અથવા TCS ની બાકી રકમ 50 હજાર રૂપિયા અથવા તેથી વધુ છે તો તેના ઉંચા દરોના હિસાબથી TDS ચૂકવણી કરવી પડશે. આ નિયમ 1 જુલાઈ 2021 થી અમલમાં આવશે. દંડનીય TDS અને TCS દર 10-20 ટકા રહેશે, જે સામાન્ય રીતે 5-10 ટકા છે.
આ પણ વાંચો:- Gautam Adani ની નેટવર્થમાં ઘટાડો, એક અઠવાડિયામાં 1 લાખ કરોડનું નુકસાન
DS ના આ છે નિયમો
નવા TDS નિયમો અનુસાર આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 206AB હેઠળ, ઇન્કમટેક્સ એક્ટની પ્રવર્તમાન જોગવાઈઓની બમણી અથવા પ્રવર્તમાન દર અથવા 5 ટકામાં જેમાંથી વધારે હોય તે હિસાબથી TDS લાગી શકે છે. TCS માટે પણ હાલની જોગવાઈઓ મુજબ 5 ટકા જે પણ વધારે હશે તે હિસાબથી તે ચૂકવવાપાત્ર રહેશે.
આ પણ વાંચો:- સુમુલ ડેરીનું દૂધ થયું મોંઘું, આવતીકાલથી નવા ભાવે દૂધ વેચાશે
આના પણ લાગુ નથી નવા નિયમ
ઇન્કમ ટેક્સના સેક્શન 206AB ના આ નિમય સેક્શન 192 અંતર્ગત સેલેરી, 192A અંતર્ગત કર્મચારીઓના લેણાની ચૂકવણી, 194B અંતર્ગત લોટરી, ક્રોસ વર્ડમાં જતી રકમ, ઘોડાની રેસમાં જીતેલી રકમ, 194LBC અંતર્ગત સિક્યોરિટાઈઝેશન ટ્રસ્ટમાં રોકાણથી હાંસલ આવક અને કેસ વિડ્રોલ પર લાગુ નથી થાય.
આ પણ વાંચો:- માત્ર 55 રૂપિયા મહિને કરાવો જમા, પેન્શન મળશે 36 હજાર; જાણો કેવી રીતે
નોંધ Section 206AB હેઠળ, ભારતમાં કાયમી સ્થાપના ન હોય તેવા નિવાસી કરદાતાઓ પર પણ આ લાગુ થશે નહીં. જો બંને કલમો 206AA (પાન ન હોવાના કિસ્સામાં ઉંચા ટીડીએસ દર) અને 206AB લાગુ હોય, તો ટીડીએસ દર ઉપર જણાવેલા દરો કરતા વધારે હશે. તે જ સમયે, વિભાગ 206CC અને 206CCA હેઠળ વધુ ટીસીએસ લાગુ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube