Anganwadi Scheme For Children: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી યોજના ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા સમગ્ર દેશમાં મહિલાઓ અને નાના બાળકોની પોષણ, આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં નાના બાળકોને ઘણી વસ્તુઓ મફત આપવામાં આવે છે. આ વસ્તુઓ તેમના પ્રારંભિક વર્ષોમાં પોષણમાં ઘણી મદદ કરે છે. એટલું જ નહીં, આંગણવાડી આરોગ્યની દૃષ્ટિએ પણ ઘણી મદદરૂપ સાબિત થાય છે. ચાલો તમને જણાવીએ આંગણવાડી કેન્દ્રમાં બાળકોને કઈ આવશ્યક વસ્તુઓ બિલકુલ મફત આપવામાં આવે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંગણવાડીમાં બાળકોને મળે છે આ ચીજો
આંગણવાડી કેન્દ્ર બાળકોના પોષણ અને શિક્ષાની સાથે સાથે તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ચીજો પણ ઉપલબ્ધ કરાવે છે. આંગણવાડી કેન્દ્રમાં બાળકોનું પોષણ આહાર એટલે કે સપ્લીમેન્ટ્રી ન્યૂટ્રિશન પણ આપવામાં આવે છે. 6 મહીનાથી લઈને 6 વર્ષ સુધીની ઉંમરના બાળકોને આ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.


જેમાં ખિચડી, દાળિયા, ચોખા-દાળ, દૂધ અને ઘણી ચીજો સામેલ હોય છે. તેના સિવાય બાળકોના સ્વાસ્થ્યને જોતા તેમણે ઘણી ગંભીર બિમારીઓથી બચાવવા ટીકા પણ લગાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પોલિયો, બીસીજી  અને ડીપીટી જેવા ટીકાકરણ ફ્રીમાં કરવામાં આવે છે.


તો જ્યારે આંગણવાડી કેન્દ્રમાં બાળકોને ફ્રી ફ્રી સ્કૂલ એજ્યુકેશન એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષા આપવામાં આવે છે. જેમાં 3 વર્ષથી લઈને 6 વર્ષની ઉંમર  સુધીના બાળકોનો સમાવેશ થાય છે. આ સિવાય બાળકોને ફ્રીમાં હેલ્થ ચેકઅપ પણ કરાવવામાં આવે છે. તેની સાથે બાળકોને ફ્રીમાં વિટામીન સપ્લીમેન્ટ્સ  પણ આપવામાં આવે છે.


 દેશમાં આટલા લાખ આંગણવાડી કેન્દ્ર
વર્ષ 1975માં ભારત સરકારે બાળકોને કુપોષણ અને ભૂખથી બચાવવા માટે આંગણવાડી કેન્દ્રોની શરૂઆત કરી હતી. આજે દેશના લગભગ તમામ રાજ્યોમાં  આંગણવાડી કેન્દ્રો છે. તેની કુલ સંખ્યાની વાત કરીએ તો દેશમાં 14 લાખથી લગભગ આંગણવાડી કેન્દ્ર આવેલા છે. આંગણવાડી કેન્દ્રમાં 25 આંગણવાડી કાર્યકર્તા હોય છે તેમના  માટે એક આંગણવાડી પર્યવેક્ષક તૈનાત કરવામાં આવે છે. જેમની જવાબદારી  હોય છે વ્યવસ્થાને યોગ્ય રીતે ચલાવવામાં આવે.