Yes Bank Vs Dish TV: અલ્હાબાદ હાઈકોર્ટમાંથી Yes Bank ને ફટકો પડ્યો છે. હાઈકોર્ટે ગૌતમબુદ્ધ નગર પોલીસના  Yes Bank ની પાસે ગિરવે રાખેલ Dish TV ના શેરોને ફ્રીઝ કરવાના મામલામાં દખલ દેવાનો ઇનકાર કરી દીઠધો છે. હાઈકોર્ટે આ મામલામાં FIR રદ્દ કરવા અને તપાસ રોકવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે, યોગ્ય તપાસ અટકાવવી યોગ્ય નથી. કેસમાં પૂરાવા ભેગા કરવાના બાકી છે. તેવામાં કોર્ટની દખલ યોગ્ય નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

YES Bank પર કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ
હાઈકોર્ટે કહ્યું કે, મામલો મોટો છે અને પર્યાપ્ત મટીરિયલ નથી. પૂરતા પૂરાવા વગર સાચા પાસાને જોવો મુશ્કેલ છે. કોર્ટે યસ બેન્કને નિર્દેશ આપ્યો કે, પહેલા મેજિસ્ટ્રેટ કોર્ટમાં જાવ અને ત્યાંથી રાહત લો. સરકારી પક્ષે કહ્યું કે જ્યારે કેસમાં પાર્ટી નથી તો પછી મુશ્કેલી કેમ છે? બેન્ક જ્યારે એફઆઈઆરમાં આરોપી નથી તો FIR રદ્દ કરવાની માંગ કેમ કરી શકે છે. સરકારી વકીલે YES bank પર ખુબ ગંભીર પ્રકારના આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું, મેન્યૂફેક્ચર્ડ દસ્તાવેજથી હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 


યુપી પોલીસે કેમ Yes Bank ના ભાગના શેર કર્યાં ફ્રીઝ?
ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) એ ગૌતમબુદ્ધ નગર પોલીસમાં એફઆઈઆર કરાવી હતી. રાણા કપૂર, વેણુગોપાલ દૂત અને અન્ય વિરુદ્ધ કેસ કર્યો છે. છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. ષડયંત્ર હેઠળ ડિશ TV- વીડિયોકોન D2H ડીલ કરાવવામાં આવી. મહત્વનું છે કે ડિશ TV ના 24.19% શેર Yes bank ની પાસે ગિરવે રાખેલા છે. 


ઝીના YES BANK ને મોટા સવાલ
જ્યારે FIR માં બેન્ક આરોપી નથી તો પછી કઈ વાતની લડાઈ?
શેર પડાવીને મત મેળવવાની ઉતાવળનો અર્થ શું?
શું યસ બેન્કનો ઇરાદો લોનની રિકવરી કે મેનેજમેન્ટ કંટ્રોલ?
યસ બેન્કની શ્રેષ્ઠતા બેન્ક ચલાવવામાં કે મીડિયા કંપનીમાં?
શું કોઈ અન્ય માટે મેનેજમેન્ટને કંટ્રોલમાં લેવાનો ઈરાદો છે?
શું કોઈ મોટા કોર્પોરેટ હાઉસનું એજન્ટ બની રહી છે યસ બેન્ક?
ડિશ TV, AGM માં અત્યાર સુધી કેટલીવાર બેન્કે કર્યું વોટિંગ?
તો પછી આ વખતે કેમ HC થી લઈને SC સુધી લગાવી રહ્યું છે ચક્કર?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube