દરેક 1 શેર પર 3 બોનસ શેર આપી રહી છે આ કંપની, જાણો રેકોર્ડ ડેટ અને વિગત
લોજિસ્ટિક્સ કંપની ઓલકાર્ગો લોજિસ્ટિક્સે 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે. એટલે કે કંપની દર એક શેર પર 3 શેર બોનસ આપશે. ઓલકાર્ગો લોજિસ્ટિક્સના બોનસ શેરની રેકોર્ડ ડેટ 2 જાન્યુઆરી 2024 છે.
નવી દિલ્હીઃ લોજિસ્ટિક્સ સોલ્યૂશન ઉપલબ્ધ કરાવનારી ઓલકાર્ગો લોજિસ્ટિક્સ પોતાના ઈન્વેસ્ટરોને મોટી ભેટ આપવા જઈ રહી છે. કંપનીએ પોતાના ઈન્વેસ્ટર્સને 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત પાછલા દિવસોમાં કરી હતી. એટલે કે દરેક શેર પર 3 બોનસ શેર આપશે. ઓલકાર્ગો લોજિસ્ટિક્સ (Allcargo Logistics)ના શેરમાં ગુરૂવારે જબરદસ્ત તેજી આવી છે. કંપનીના શેર 4 ટકાથી વધુની તેજીની સાથે 286.90 રૂપિયા પર પહોંચી ગયા છે.
2 જાન્યુઆરી 2024 છે બોનસ શેરની રેકોર્ડ ડેટ
ઓલકાર્ગો લોજિસ્ટિક્સે રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે બોનસ શેરની રેકોર્ડ ડેટ મંગળવાર 2 જાન્યુઆરી 2024 ફિક્સ કરી છે. લોજિસ્ટિક્સ કંપનીએ આ પહેલા ડિસેમ્બર 2015માં 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. ઓલકાર્ગો લોજિસ્ટિક્સે ગુરૂવારે નવેમ્બર 2023 માટે લેસ-દેન-કન્ટેનર લોડ (LCL)વોલ્યુમ્સમાં 0.35 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ પૈસાની વ્યવસ્થા કરી લેજો, ગુજરાતની દિગ્ગજ કંપની સહિત આવી રહ્યાં છે કુલ 3 IPO
એક વર્ષમાં શેરમાં 31 ટકાનો ઘટાડો
લોજિસ્ટિક્સ કંપની ઓલકાર્ગો લોજિસ્ટિક્સ (Allcargo Logistics)ના શેરમાં છેલ્લા એક વર્ષમાં આશરે 31 ટકાનો ઘટાડો આવ્યો છે. કંપનીના શેર 21 ડિસેમ્બર 2022ના 414.25 રૂપિયા પર હતા. તો આ વર્ષે અત્યાર સુધી ઓલકાર્ગો લોજિસ્ટિક્સના શેરમાં 30 ટકાનો ઘટાડો આવ્યો છે. જો પાછલા 3 વર્ષની વાત કરીએ તો કંપનીના શેરમાં 115 ટકાથી વધુની તેજી આવી છે. કંપનીના શેર 24 ડિસેમ્બર 2023ના 132.30 રૂપિયા પર હતા. ઓલકાર્ગો લોજિસ્ટિકના શેર 21 ડિસેમ્બર 2023ના 286.30 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરનો 52 સપ્તાહનો હાઈ લેવલ 442.40 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 246 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube