શેર બજારમાં કેટલાક સ્ટોકે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. આવા જ એક સ્ટોકે રોકાણકારોને ફક્ત પાંચ દિવસમાં 50 ટકાનું રિટર્ન આપ્યું છે. જેમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પણ મોટું રોકાણ છે. આ સાથે જ તેના શેરના  ભાવ પણ ઓછા છે. આ કંપનીનું નામ આલોક ઈન્ડસ્ટ્રીઝ છે. જે ટેક્સટાઈલમાં વેપાર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલોક ઈન્ડસ્ટ્રીઝ છેલ્લા પાંચ દિવસથી ઉછાળા સાથે વેપાર કરી રહી છે. પાંચ દિવસમાં તેનો સ્ટોક 50.35% ઉછળ્યો છે. શુક્રવારે આલોક ઈન્ડસ્ટ્રીઝના શેર 19.89% ચડીને 32.55 રૂપિયા પર બંધ થયો. આ ફર્મમાં મુકેશ અંબાણીના માલિકી હકવાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પૈસા લાગ્યા છે. 


આલોક ઈન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સના કેટલા પૈસા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ કંપનીમાં હાલમાં જ 3300 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રિલાયન્સે આ કંપનીમાં નોન કન્વર્ટિબલ પ્રેફરેન્સ શેરોના માધ્યમથી રોકાણ કર્યું છે. ટેક્સટાઈલ બિઝનેસનો કારોબાર કરતી આ કંપનીના શેર છેલ્લા લગભગ 4 વર્ષ દરમિયાન 100 ટકા ચડ્યા છે. એક વર્ષમાં આ સ્ટોક 111.36% ચડ્યો છે. 


છ મહિનામાં જ પૈસા ડબલ
છ મહિના દરમિયાન આ સ્ટોક 94.33 ટકા  ચડ્યો છે. જુલાઈ 2023માં તેના શેર ફક્ત 15 રૂપિયાના ભાવે હતા અને હવે  આ સ્ટોક 32 રૂપિયા પર ચડી ચૂક્યો છે. તેનો અર્થ એ થયો કે આ સમયગાળામાં આ સ્ટોકે રોકાણકારોના પૈસા ડબલ કર્યા છે. એક મહિનામાં આ સ્ટોકે 61.14 ટકા રિટર્ન આપ્યું છે. 


2020માં કંપનીનું અધિગ્રહણ
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જે એમ ફાઈનાન્શિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના સહયોગથી દેવાળિયાપણાની પ્રોસેસ દરમિયાન તેની બોલી લગાવી હતી. તેના અધિગ્રહણનું લક્ષ્ય ટેક્સટાઈલ બિઝનેસને મજબૂતી આપવાનો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિકના અંત સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે આલોક કંપનીના 40.01 ટકાની ભાગીદારી હતી અને જે એમ ફાઈનાન્શિયલ પાસે 34.99 ટકા ભાગ રહ્યો હતો. 


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube