દિલ્હી: પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવની વચ્ચે મોદી સરકાર ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સહન આપી રહી છે. સરકારનો ઉદેશ્ય વર્ષ 2030 સુધીમાં દેશમાં 100 ટકા ઇલેક્ટ્રિક વાહનો શરૂ કરી દેવાનો છે, એવામાં તમારી પાસે પણ તક છે, કે તમે પણ તમારી જૂની કારને ઇલેક્ટ્રોનિક કારમાં કનવર્ટ કરી શકો છો. આનાથી તમારા પૈસા બચશે અને ઈંધણનો ખર્ચ પણ ઘટી જશે. ઉદાહરણ તરીકે પેટ્રોલ-ડીઝલની કારણાં ખર્ચ 6.5 રૂપિયા પ્રતિ કિલોમીટરની આસપાસ થાય છે. જ્યારે ઇલેક્ટ્રોનિક કારમાં એક કિલોમીટરનો ખર્ચ એક રૂપિયા કરતા પણ ઓછો થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદમમાં કંપનીને મળ્યું લાઇસન્સ
એક મીડિયા રિપોર્ટ અનુસાર જે કાર માલિકે તેની જૂનીકારને ઇલેક્ટ્રીક કારમાં કન્વર્ટ કરવાની ઇચ્છા છે. તેમના હૈદરાબાદની એક કંપની ઓફર લાવી છે. હૈદરાબાદની સ્ટર્ટઅપ કંપની ઇ-ટ્રાયો દેશળની પહેલી એવી કંપની છે જેને ARAI(ઓટોમોટિવ રિસર્ચ એશોસિએશન ઓફ ઇન્ડિયા)ની માન્યતા મળી છે. 


આ કંપની તમારી હાલની કારમાં રેગ્યુલર આઇસી એન્જી રેટ્રોફિટ કરી શકે છે. આ કંપનીને મારૂતિ Alto અને Wagon Rને ઇલેકેટ્રીક કારમાં કન્વર્ટ કરવાનું સાઇસન્સ આપવામાં આવ્યું છે.


વધુમાં વાંચો...નવા વર્ષ પહેલા લોન્ચ થશે આ શાનદાર કાર, જાણે તેની કિંમત અને ફિચર્સ
 
કેવી રીતે કન્વર્ટ થશે કાર 
ઇલેક્ટ્રીક કીટમાં મોટર અને બેટરીનું એક પેક આપવામાં આવી રહ્યું છે. આ ઉપકરણો દક્ષિણ કોરિયા અને ચીનથી મંગાવામાં આવી રહ્યા છે. ઇ-ટ્રાયોએ કંટ્રોલરને જાતે જ વિકસીત કર્યું છે. રશલેનના સમાચાર અનુસાર કંપનીએ ઇલેક્ટ્રીક કીટ અંગે વધારે ખુલાશા કર્યા નથી. 


પરંતુ મીડિયા રિપોર્ટમાં કંપની દ્વરા દાવો કરવામાં આવી રહ્યો છે, કે રેટ્રોફિટેડ અલ્ટો અને વેગન આરને સિંગલ ચાર્જમાં 150 કીમી સુધી ચલાવી શકાશે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે આ વાહનો વધારે ગમે ત્યારે ચાર્જ કરી શકાય છે. 


1 મહિનામાં થશે 1000 કાર કન્વર્ટ 
કંપનીની યોજનામાં 1 મહિનામાં 1000 કારને ઇલેક્ટ્રીક કારમાં કન્વર્ટ કરવાનો ટાર્ગેટ બનાવામાં આવ્યો છે કંપની પહેલા વર્ષે આશરે 5000 કંન્વેશનલ કારોને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરશે. કંપની ઇલેક્ટ્રીક કીટમાં વધારે સુધારાઓ કરવા માટે શોધ કરી રહી છે. સાથે જ એઆરએઆઇ પાસેથી વધુ કારોને ઇલેક્ટ્રિક કરામાં કન્વર્ટ કરવાની મંજૂરી લેવાનો પ્રયત્ન કરી રહી છે.