આ ગુજરાતીને મળ્યો પદ્મ વિભૂષણ, જેમની પાસે છે માત્ર 6 શર્ટ અને 3 સૂટ
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર જે પ્રમુથ હસ્તિઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેમાં દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરીગ ક્ષેત્રની મુખ્ય કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના ચેરમેન એએમ નાઇકનું નામ પણ સામેલ છે.
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર જે પ્રમુથ હસ્તિઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેમાં દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરીગ ક્ષેત્રની મુખ્ય કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના ચેરમેન એએમ નાઇકનું નામ પણ સામેલ છે. નાઇકનું પદ્મ વિભૂષણથી સન્માન કરવામાં આવશે. નાઇકને આ સન્માન મળવા પર આરબીઆઈના બોર્ડના સભ્ય એસ ગુરૂમૂર્તિએ કહ્યું કે, તે વાસ્તવમાં રાષ્ટ્રવાદી છે, જે તેમની આત્મકથા પરથી જાણવા મળે છે. એક પ્રોફેશનલ મેનેજરના રૂપમાં તે જીનિયસ છે, તેમણે L&Tને અંબાણીથી બચાવ્યું અને તેને માત્ર એક એન્જિનિયરીંગ કંપનીમાંથી નેશનલ સિક્યોરિટી એસેટમાં ફેરવી નાખી છે.
અંબાણી અને બિરલાને આપી માત
એએમ નાઇકની આત્મકથાનું નામ છે- ધી નેશનાલિસ્ટ. આ આત્મકથા 2017માં પ્રકાશિત થઈ હતી. મિનહાજ મર્ચેન્ટે આ પુસ્તકમાં જણાવ્યું કે, અંબાણી અને બિરલા એલએન્ડટીનું અધિગ્રહણ કરવા ઈચ્છતા હતા. આ ટેકઓવરના પ્રયત્નથી કંપનીએ ખૂબ ખરાબ સમયમાંથી પસાર થવું પડ્યું હતું. તેવામાં નાઇકે તમામ કર્મચારીઓને કંપનીના માલિક બનાવવાનો નિર્ણય લીધો. મહિના સુધી ચર્ચા ચાલી અને અંતમાં એલએન્ડટીના કર્મચારીઓએ ટ્રષ્ટે બિરલાની તમામ ભાગીદારી ખરીદી લીધી. આમ એક સમયે એલએન્ડટીમાં અંબાણીની સ્થિતિ ખૂબ મજબૂત થઈ ગઈ હતી અને નક્કી હતું કે અંબાણી અધિગ્રહણ કરી લેશે. પરંતુ આમ ન કરી શક્યા.
75% સંપત્તિ આપશે દાનમાં
આજે નાઇક દેશના સૌથી વધુ પગાર મેળવતા સીઈઓમાંથી એક છે. તેમ છતાં તેમનું જીવન એકદમ સાદુ છે. 19 સપ્ટેમ્બર 2018ના પ્રકાશિત ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટ પ્રમાણે તેમની પાસે માત્ર 6 શર્ટ અને 3 સૂટ છે અને એલએન્ડટીના ચેરમેનના રૂપમાં તેમને જે પણ આવક થઈ છે, તે તેને દાન કરવા ઈચ્છે છે.
નાઇકે જણાવ્યું કે, તેઓ પોતાની 75 ટકા સંપત્તિ દાન કરી દેશે. તે પોતાની તમામ સંપત્તિ પણ દાનમાં આપી શકે છે. ધીમે-ધીમે તે કંપનીની મુખ્ય જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યાં છે અને તેમનું વલણ સમાજસેવા પ્રત્યે વધી રહ્યું છે. તેમણે જણાવ્યું, જો મારો પુત્ર અને પુત્રવધુ (જિગ્નેશ અને રૂચા) ભારત ન આવે તો બાકી રહેલા સંપત્તિનો એક મોટો ભાગ દાનમાં ચાલ્યો જશે. તેમને (પૈસા)ની જરૂરીયાત નથી. વાસ્તવમાં તેઓ મને દાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમણે ક્યારેય મારા નિર્ણયનો વિરોધ કર્યો નથી. તેમણે મારી યોજનાનું સમર્થન કર્યું છે. તેમની યોજના આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં કેન્સર હોસ્પિટલ ખોલવાની અને નર્સિંગ સ્કૂલ બનાવવાની છે. તેના નાઇકની ભાણેજ નિરાલીના નામ પર નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ નામ આપવામાં આવ્યું છે, જેનું 2 વર્ષની ઉંમરમાં કેન્સરથી મૃત્યું થયું હતું.
અનિલ મનિભાઈ નાઇક (એએમ નાઇક)નો જન્મ 9 જૂન 1942ના રોજ સાઉથ ગુજરાતમાં થયો હતો. 2009માં પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવ્યું હતું.