Amara Raja Energy share price: શેર બજારમાં સ્ટોક્સમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. અમારા રાજા એનર્જી શેર (Amara Raja Energy)માં શુક્રવારે 12 ટકાની અસર સર્કિટ લાગી હતી. તો છેલ્લા એક મહિનામાં આ સ્ટોકે ઈન્વેસ્ટરોને 50 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. મંગળવારે અમારા રાજા એનર્જીના સ્ટોકે 52 સપ્તાહનો હાઈ બનાવ્યો હતો. સતત પાંચમાં સત્રમાં શેરમાં તેજી જોવા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 મહિનામાં 50 ટકાની તેજી
જો એક મહિનાનો ચાર્જ જુઓ તો આ શેરમાં 50.74 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. 26 માર્ચે અમર રાજા એનર્જી શેરની કિંમત 774 રૂપિયાના લેવલ પર હતી. તો છ મહિનામાં સ્ટોકે 89.08 ટકાનું રિટર્ન આપ્યું છે.


એક વર્ષ પહેલા આવી હતી સ્ટોકની સ્થિતિ?
એક વર્ષ પહેલા આ સ્ટોકની કિંમત 594 રૂપિયાના લેવલ પર હતી. તો એક વર્ષમાં સ્ટોકે ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી લીધા છે. વર્ષ દરમિયાન સ્ટોકમાં 572.65 રૂપિયાની તેજી જોવા મળી છે.


કંપનીએ પોતાનું નામ બદલ્યું હતું
Amara Raja Energy and Mobility Limited ને પહેલા Amara Raja Batteries નામથી ઓળખવામાં આવતી હતી. કંપનીએ સપ્ટેમ્બર 2023માં પોતાનું નામ બદલ્યું હતું. કંપની બેટરીથી આગળ નિકળી એનર્જી અને મોબિલિટી સેક્ટરમાં વિસ્તાર કરી રહી છે, જેના કારણે કંપનીએ પોતાનું નામ બદલ્યું હતું. 
 
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)