નવી દિલ્હી: અમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ  (Amazon Founder & CEO Jeff Bezos) જેફ બેઝોસની કાઓબોય અંદાજમાં નવા વર્ષની ઉજવણી કરતાં ફોટા વાયરલ થયા હતા. જેફ પરિવારે પોતાની સાથે કોલોરાડોમાં નવ વર્ષની રજાઓ માણી હતી. પરંતુ હવે તેમણે પોતાના 25 વર્ષ જૂના લગ્ન તોડવાનો નિર્ણય કર્યો છે. જેફ બેજોસે વર્ષ 1993માં પોતાની મિત્ર મૈકકેન્ઝી  (MacKenzie) સાથે લગ્ન કર્યા હતા. જેફ અને મૈકને ચાર બાળકો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેફ બેજોસે પોતાના તલાક વિશે ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે 'અમે બંને તલાક આપીને મિત્રની માફક જીંદગી વિતાવવાનો નિર્ણય કર્યો છે.' જેફે આ સાથે જ પોતાની ફિલિંગ્સ પણ શેર કરી છે. 

GST કાઉંસિલ: ચૂંટણી પહેલાં નાના વેપારીઓ માટે મોટી જાહેરાત, દૂર થશે આ મોટું ટેંશન


જેફ અને મૈકની મુલાકાત કોલેજ દરમિયાન થઇ હતી. બંનેએ એકસાથે ઈનવેંસ્ટમેંટ ફર્મ D.E Shaw માં કામ કર્યું છે. બંનેએ વર્ષ 1993માં લગ્ન કર્યા અને 1994માં વોશિંગ્ટના શહેર સિએટલમાં શિફ્ટ થયા. આ વર્ષ જેફ બેજોસે અમેઝોનની શરૂઆત કરી. 


Maruti Suzuki ગ્રાહકોને આપ્યો ઝટકો, આજથી આટલી મોંઘી થશે કાર્સ


કોણ છે જેફ બેજોસ?
જેફ બેજોસ (Jeff Bezos) અમેઝોન (Amazon) ના ફાઉન્ડર અને સીઈઓ છે. તેમનો જન્મ ન્યૂ મેક્સિકો (New Mexico) માં થયો અને પાલન પોષણ હસ્ટન (Houston)માં થયો. વર્ષ 1986માં તેમણે પ્રિંસટન યૂનિવર્સિટી (Princeton University) ગ્રેજ્યુએશન કર્યું.  


વર્ષ 1994 માં તેમણે અમેજોનની શરૂઆત કરી. પહેલાં આ કંપનીનું નામ કૈડેબ્રા (Cadabra) ત્યારબાદ બદલીને અમેઝોન (Amazon) કરવામાં આવ્યું. કારણ કે જેફના એક સાથીએ કંપનીનું નામ કૈડેબ્રાના લીધે કૈડેવર વાંચ્યું હતું.


શરૂઆતમાં અમેઝોન પર ફક્ત પુસ્તકો વેચાતા હતા, તેની સાથે જ જેફ એક (Bezo's Garage) ગેરેજમાં કામ કરતા હતા. આ સાથે-સાથે તે અમેઝોન પર પણ ધીમે-ધીમે વસ્તુઓ સેલ કરવા લાગ્યા. 


અને હવે, Amazon દુનિયાની સૌથી મોટી અને સફળ વેબસાઇટમાંની એક છે. વર્ષ 2018માં આ કંપનીની કુલ વર્થ લગભગ 900 બિલિયન ડોલર છે. તો બીજી તરફ જેફ બેજોસની પોતાની નેટ વર્થ 150 બિલિયન ડોલર છે. 


હવે જેફે બીજી ઘણી કંપનીઓ ખરીદી લીધી છે જેમ કે Whole Foods, The Washington Post, Twitch અને IMDB. 


જેફની પાસે તેમની પહેલી કંપની અમેઝોનના 17 ટકા શેર છે. 


વર્ષ 2017 માં, Jess Bezos દર વર્ષે સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં પ્રથમ સ્થાન પર આવનાર બિલ ગેટ્સ (Bill Gates) ને પછાડી દીધાહ હતા. જેફ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા.


જેફ બેઝોસે વર્ષ 1994માં લગ્ન કર્યા અને હવે તેમને ચાર બાળકો છે.