આવી રહી છે મંદી, એમેઝોન ફાઉન્ડરે લોકોને આ વસ્તુઓ ન ખરીદવાની સલાહ આપી

Jeff Bezos Layoffs Tips: પહેલા ટ્વિટર, પછી ફેસબુક અને હવે એમેઝોન પર મોટાપાયે કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં વધતી મોંઘવારી અને આર્થિક સંકટને કારણે મોટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે, આવામાં જેફ બેઝોસે મોટી સલાહ આપી છે
Amazon Layoffs and Jeff Bezos Tips: હાલ દુનિયાભરમાં એક જ ચિંતા સતાવી રહી છે, મોંઘવારી. વધતી મોંઘવારી અને આર્થિક સંકટને કારણે અનેક મોટી કંપનીઓ પોતાના સ્ટાફને કાઢી રહી છે. તેથી સામાન્ય લોકો માટે આ ચિંતાનો વિષય છે. લોકો વિચારવા પર મજબૂર થઈ રહ્યાં છે. હાલમાં જ દુનિયાના ત્રીજા સૌથી ધનવાન શખ્સ અને એમેઝોનના માલિક જેફ બેજોસે આવનારા દિવસોમાં આવનાર સંકટ વિશે લોકોને ચેતવ્યા છે. તેમણે મંદીના સમયમાં બચવાના કેટલાક ઉપાયો બતાવ્યા છે.
જેફ બેઝોસે આપી આ સલાહ
બેઝોસે સલાહ આપી કે, રૂપિયાને બચાવી રાખો. હાલ નકદ રૂપિયાને સુરક્ષિત રાખવુ બહુ જ જરૂરી છે. પછી ભલે રજાની વાત હોય કે ખાસ પ્રસંગોની, બિનજરૂરી ખર્ચા કરવાથી બચો
ભવિષ્યમાં આર્થિક સ્થિતિ ડામાડોળ થવાની સ્થિતિને જોતા લોકોએ ફ્રીજ, નવી કાર અને બીજી અન્ય વસ્તુઓની ખરીદી કરવાથી બચવુ જોઈએ.
તેમણે કહ્યું કે, જો તમે મોટી સ્ક્રીનવાળી ટીવી ખરીદવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છો તો રોકાઈ જાઓ
જેફ બેઝોસે કહ્યું કે, હાલ તમારી પાસે જેટલા રૂપિયા છે તેને બચાવી રાખો, આગામી સમયમાં રૂપિયા તમને બહુ જ કામમાં આવશે
નાના વ્યવસાયિકો માટે તેઓએ કહ્યું કે, હાલ નવી પ્રોડક્ટ ખરીદીને તેને સ્ટોક કરવાથી બચો
એમેઝોને કરી છટણી
તમને જણાવી દઈએ કે, હાલમાં જ કોર્પોરેટ અને આઈટી ક્ષેત્રોમાં કામ કરનારા પોતાના લગભગ 10 હજાર જેટલા કર્મચારીઓની કંપનીએ છટણી કરી છે. વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટ અનુસાર, હજી પણ અનેક મોટી કંપનીઓ કર્મચારીઓની છટણી મામલે મોટા નિર્ણય લઈ શકે છે. રિપોર્ટમાં કહેવાયુ કે, Amazon.com હાલ પોતાના અનેક વ્યવસાયોની સમીક્ષા કરી રહ્યું છે. તેમાં ડિવાઈસ યુનિટ અને વોઈસ આસિસ્ટન્ટ એલેક્સા જેવા પ્રોડક્ટ પણ સામેલ છે. કંપની તેને બંધ પણ કરી શખે છે. કંપનીમાં કામ કરનારા કર્મચારીઓએ અન્ય વિકલ્પ શોધવાનું શરૂ કરી દીધુ છે.