વોશિંગ્ટન: દુનિયામાં આર્થિક મંદીની આહટ વચ્ચે ઈ કોમર્સ કંપની અમેઝોનમાં લગભગ 18 હજાર કર્મચારીઓની છટણીના અહેવાલોથી એકબાજુ જ્યાં ગભરાહટનો માહોલ છે જ્યાં બીજી બાજુ શેરબજારમાં પણ કંપનીની જાણે દશા બેસી ગઈ. કંપનીના શેરમાં ભારે ઉથલપાથલ જોવા મળી. જેફ બેઝોસ દ્વારા સ્થાપિત ઈકોમર્સ જાયન્ટ કંપની અમેઝોનના શેરમાં બુધવારે લગભગ 1 ટકાનો ઘટાડો થયો હતો. સ્ટોક 85.14 ડોલર પર સ્થિર થયો, જે મંગળવારના 85.82 ડોલરના બંધ ભાવ કરતાં ઓછો હતો. અમેઝોન સ્ટોકમાં તાજેતરના ઘટાડાની પાછળ CEO એન્ડી જેસીની હજારો કર્મચારીઓને કાઢી નાખવાની જાહેરાત એ કારણ હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેઝોન સ્ટોક પ્રાઈસ સ્લિપના કારણે કંપનીના સ્થાપક જેફ બેઝોસની નેટવર્થ ઉપર પણ અસર પડી છે જેમને એક દિવસમાં 600 મિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, બુધવારના બંધ સુધીમાં બેઝોસની સંપત્તિમાં 675 મિલિયન ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. બેઝોસ હાલ ઇન્ડેક્સમાં 108 બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવે છે અને તે વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ છે.


અત્રે જણાવવાનું કે ઈ-કોમર્સ જાયન્ટ કંપનીએ હાલમાં જ કહ્યું હતું કે, તેના 18,000 કર્મચારીઓને અનિશ્ચિત અર્થતંત્રને પગલે છટણીથી અસર થશે. સીઈઓ જેસીએ આ પગલા પાછળ છેલ્લા ઘણા વર્ષોમાં અનિશ્ચિત અર્થ વ્યવસ્થા અને ઝડપી ભરતીને જવાબદાર ઠેરવી હતી.


દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા


એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન


Video: ચીનમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, રસ્તાઓ પર થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર! 


અત્રે ઉલ્લેખનીય છે કે બેઝોસ તાજેતરમાં અમીરોની યાદીમાં ઘણા નીચે સરકી ગયા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ભારતીય ઉદ્યોગપતિ અને દેશના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી અમેઝોનના બેઝોસને પાછળ છોડીને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.


શું છે આ છટણીનો મામલો
અત્રે જણાવવાનું કે અમેઝોને બુધવારે જાહેર કર્યું છે કે, તે 18 હજારથી વધુ એમ્પ્લોય્ઝને લે-ઓફ કરશે એટલે કે નોકરીમાંથી કાઢશે. કંપનીએ ‘અનિશ્ચિત અર્થતંત્ર’ને આ પાછળનું કારણ ગણાવ્યું છે. નોંધનીય છે કે, ઓનલાઈન રિટેલ જાયન્ટે રોગચાળા દરમિયાન “ઝડપથી ભરતી” કરી હતી. સીઈઓ એન્ડી જેસીએ તેમના સ્ટાફને આપેલા નિવેદનમાં કહ્યું કે, કંપનીએ નવેમ્બરમાં 10,000 છટણીની જાહેરાત કરી હતી. જેસીએ જણાવ્યું હતું કે, કંપનીનું નેતૃત્વ “ખરેખર જાગૃત છે અને જાણે છે કે આવું પગલું લોકોને મુશ્કેલીમાં નાખે છે. અમે આ નિર્ણયોને હળવાશથી લેતા નથી.”


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube