નવી દિલ્હી : ઇ કોમર્સ કંપની અમેઝોન (Amazon) દર વર્ષે બિગ બિલિયન ડે સેલ લઈને આવે છે અને કરોડો લોકો એમાં ભાગ લેતા હોય છે. આ વર્ષે પણ 15 અને 16 જુલાઇના દિવસે આ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે એક નાનકડી ભુલના કારણે એક 9 લાખનો કેમેરો માત્ર 6500 રૂપિયામાં વેચાઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીને  જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે તરત આ ઓફર હટાવી દીધી પણ અનેક ગ્રાહકોએ આ સોનેરી તકનો ફાયદો ઉપાડી લીધો હતો. જે  બાયર્સે આ ડીલનો ફાયદો ઉપાડી લીધો છે તેણે અમેઝોનના જેફ બેજોસનો આભાર માન્યો છે. ગ્રાહકે Reddit પર ઉત્સાહમાં પોતાનો અનુભવ શેયર કર્યો છે કે 3000 ડોલરનો કેમેરો માત્ર 94 ડોલરમાં મળતા હું મારી જાતને બહુ લકી માનું છું.


આ એક અત્યંત એડવાન્સ્ડ કેમેરો છે. આ કેમેરાનો ઉપયોગ માત્ર પ્રોફેશનલ્સ જ કરે છે. સોની, કેનન તેમજ ફુજીફિલ્મ બ્રાન્ડના આ કેમેરાની કિંમત લાખોમાં હોય છે. આ કારણે મોટાભાગના યુઝર્સ એની કિંમત જાણવા પ્રયાસ નથી કરતા. જોકે, પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ માટે આ શાનદાર તક હતી જ્યારે જ્યારે લાખો રૂપિયાનો સામાન હજારો રૂપિયામાં મળી ગયો. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...