Amazon Republic Day Sale આજથી શરૂ, મળી શકે છે 70 ટકા સુધીનું Discount
દર વર્ષની જેમ આ વર્ષે પણ Amazon Republic Day Sale શરૂ થઈ ગયો છે. આ વખતે તમારે સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવીમાં શાનદાર ઓફર્સ મળી રહી છે. 19 જાન્યુઆરીથી Amazon Prime Members માટે સેલ ઓપન થઈ ગયો છે.
નવી દિલ્હી: દર વર્ષની જેમ આ વર્ષે પણ Amazon Republic Day Sale શરૂ થઈ ગયો છે. આ વખતે તમારે સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવીમાં શાનદાર ઓફર્સ મળી રહી છે. 19 જાન્યુઆરીથી Amazon Prime Members માટે સેલ ઓપન થઈ ગયો છે. 20 જાન્યુઆરીથી તમામ યૂઝર્સ આ સેલનો લાભ ઉઠાવી શકશે.
મળી રહ્યું છે 70 ટકા સુધી ડિસ્કાઉન્ટ
આ વખતે મોબાઈલની જગ્યાએ અન્ય પ્રોડક્ટ્સમાં શાનદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હોમ સ્ટોરેજ પ્રોડક્ટ્સ પર 70 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ રીતે મહિલાઓના નાઈટ સૂટ્સ પર 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
આ પણ વાંચો:- Coronavirus: તપાસ ટીમે China અને WHOનો કર્યો ઘેરાવો, જાણો શું કહ્યું રિપોર્ટમાં
મોબાઈલ ફોન્સ પર મળશે 40 ટકા ડિસ્કાઉન્ટ
પ્રાપ્ત જાણકારી અનુસાર Amazon Republic Day Sale માં મોબાઇલ ફોનની ડીલ્સ પણ શાનદાર છે. તમે 40 ટકા ડિસ્કાઉન્ટની સાથે આ શાનદાર ફોન ખરીદી શકો છો.
હોમ એપ્લાયન્સમાં મળી રહી છે શાનદાર ડીલ
તમે માઇક્રોવેવ પ્રોડક્ટ્સ પર 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
આ પણ વાંચો:- Facebook કે Twitter પર ભૂલથી ન કરો આ કામ, પોલીસે જાહેર કરી ચેતવણી
SBI Cards પર મળશે વધારે ડિસ્કાઉન્ટ
આ વચ્ચે એક સારા સમાચાર એ પણ છે કે, SBI Cards પર 10 ટકાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube