Amazon એ શરૂ કર્યો Happiness Sale, જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
અમેઝોન (Amazon) એ પોતાના ચાલી રહેલા ગ્રેટ ઇન્ડિયન સેલ (Great Indian Festival Sale) માં એક હેપ્પીનેસ સેલ (Happiness Sale) પણ શરૂ કરી દીધો છે, જેના હેઠળ ઘણા ઉત્પાદનો પર ખૂબ જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેના હેઠળ જો કોઇ ગ્રાહક ઉત્પાદનો સાથે બંડલ ડીલ લે છે, તો પછી તેને વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્શે. આ સાથે જ ફ્લિપકાર્ટ (Flipkart)એ પણ દિવાળી ધમાકા સેલની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ 29 ઓક્ટોબરથી શરૂ થશે.
નવી દિલ્હી: અમેઝોન (Amazon) એ પોતાના ચાલી રહેલા ગ્રેટ ઇન્ડિયન સેલ (Great Indian Festival Sale) માં એક હેપ્પીનેસ સેલ (Happiness Sale) પણ શરૂ કરી દીધો છે, જેના હેઠળ ઘણા ઉત્પાદનો પર ખૂબ જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેના હેઠળ જો કોઇ ગ્રાહક ઉત્પાદનો સાથે બંડલ ડીલ લે છે, તો પછી તેને વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્શે. આ સાથે જ ફ્લિપકાર્ટ (Flipkart)એ પણ દિવાળી ધમાકા સેલની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ 29 ઓક્ટોબરથી શરૂ થશે.
Prime Membersને મળી રહી છે એક્સક્લૂસિવ ડીલ
આ દરમિયાન અમેઝોન પ્રાઇમ મેંબર્સ (Prime Members)ને એક્સક્લૂસિવ ડીલ્સ મળી રહી છે. પ્રાઇમ મેંબર્સને અમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ હેપ્પીનેસ અપગ્રેડ ડેઝ સેલમાં ઘણા ઉત્પાદનો પર શરૂઆતી ડીલ સાથે હોમ ઇલેક્ટ્રોનિક્સ પર વધારાની છૂટ મળૅશે. ઉદાહરણ તરીકે પ્લેટફોર્મ ફક્ત પ્રાઇમ યૂઝર્સ માટે વોશિંગ મશીન, રેફ્રિજરેટર, માઇક્રોવેવ જેવા ઘણા ઇલેક્ટ્રોનિક્સ પર 9 મહિના સુધી નો કોસ્ટૅ ઇએમઆઇ ઓપ્શન આપી રહ્યા છે. પ્રાઇમ મેંબરશિપ સાથે અન્ય ફાયદામાં એક દિવસ અથવા બે દિવસની ડિલીવરી, પ્ર્રાઇમ મ્યૂઝિકનું ફ્રી એક્સેસ, શિપિંગ કોસ્ટ અને ઘણું બધુ સામેલ છે.
અમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ હેપ્પીનેસ અપગ્રેડ ડેઝ સેલ દરમિયાન, ગ્રાહક એક્સિસ બેંકના ડેબિટૅ અને ક્રેડિટ કાર્ડ પર 10 ટકા તાત્કાલિક છૂટ મેળવી શકો છો. આ ઉપરાંત સિટી બેંક 1500 રૂપિયા સુધીનું કેશબેક પુરૂ પાડે છે. જ્યારે આઇસીઆઇસીઆઇ બેંક 1500 રૂપિયાનું કેશબેક ક્રેડિટ કાર્ડ સાથે અને 750 રૂપિયા ડેબિટ કાર્ડ સાથે કેશબેક મળી રહ્યું છે. હેપ્પીનેસ અપગ્રેડ ડેઝ સેલ દરમિયાન અમેઝોન પે ICICI ક્રેડિટ કાર્ડવાળા ગ્રાહક વિભિન્ન પ્રકારના ઉત્પાદનો પર 5 ટકા સુધી છૂટનો લાભ ઉઠાવી શકો છો. ઘણા ઉત્પાદનો પર SBI, ICICI, HSBC, HDFC જેવી બેંકો સાથે નો કોસ્ટ અને સ્ટાડર્ડ EMI વિકલ્પ ઉપલબ્ધ છે.
મળશે 65 ટકા ડિસ્કાઉન્ટ
અમેઝોનનું કહેવું છે કે ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ હેપ્પીનેસ અપગ્રેડ ડેઝમાં ઘણી એલજી સ્માર્ટ ટીવી મોડલ પર ગ્રાહક 65 ટકા સુધી છૂટી શકે છે. પુસ્તકો અને ઘરેલૂ ઉપકરણો જેવા ઉત્પાદનો પર ક્રમશ: 50 ટકા અને 65 ટકા સુધી છૂટ મળી રહી છે. iPhone 11, વનપ્લસ 8, રેડમી નોટ 9 પ્રો અને ઓપ્પો એ 52 જેવા ઘણા સ્માર્ટફોન હાલમાં એમઆરપીમાં ઘટાડા સાથે ઉપલબ્ધ છે. પ્લેટફોર્મ લેપટોપ, ટેબલેટ અને કેમેરા પર પણ 60 ટકા સુધી છૂટ મળી રહી છે. ઇકો સ્પીકર્સ, ઇ-રીડર અને વધુ જેવા ઉત્પાદનોની કંપની પોતાની લાઇવ ઇવેન્ટ દરમિયાન અન્ય વેચાણ સોદા સાથે મૂલ્યમાં ઘટાડો કરી રહી છે.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube