અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું માર્ચ મહિનામાં જે પહેલું પ્રી વેડિંગ ફંક્શન થયું ત્યારબાદ હવે 29મી મેથી બીજું પ્રી વેડિંગ ફંક્શન શરૂ થવાનું છે. 12 જુલાઈના રોજ થનારા લગ્ન ખુબ જ ધામધૂમથી થવાના છે જેનો આગાઝ થઈ ગયો છે. ગત વખતની જેમ આ વખતે પણ આ પ્રી વેડિંગ ફંક્શન 4 દિવસ સુધી ચાલશે. જેમાં અનેક થીમ રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક પાર્ટી તો એવી થશે કે જેના વિશે જાણીને તમે ચોંકી જશો અને તે દિવસની તસવીરો જોવાની વાટ જોતા રહી જશો. આ પાર્ટીનું નામ છે ટોગા પાર્ટી. જેમાં કપડાંની થીમ એકદમ હટકે હોઈ શકે છે. શું હોય છે આ ટોગા પાર્ટીમાં એ પણ તમે જાણો. 


ટોગા પાર્ટી
આ એક પ્રકારની ગ્રીકો રોમન થીમ બેસ્ડ કોસ્ચ્યુમ પાર્ટી હોય છે. જેમાં ઈન્વાઈટેડ લોકો પ્રાચીન રોમનથી ઈન્સ્પાયર્ડ કપડાં અને સેન્ડલ પહેરે છે. આ એક એવી પાર્ટી હોય છે જેમાં બેડશીટના કપડાં પહેરવામાં આવતા હતા પરંતુ આગળ જઈને તેને ડ્રોપ સ્ટાઈલમાં કેરી કરવાનું શરૂ થઈ ગયું. તેમાં રમવામાં આવતી ગેમ્સ અને મનોરંજનની બાકી ચીજો પણ રોમન અને ગ્રીક પર જ આધારિત હોય છે. 


આવી હોઈ શકે પાર્ટી
ગત વખતની જેમ આ વખતે પણ અંબાણી પરિવારના ફંક્શનમાં અલગ અલગ ખાસ થીમ રાખવામાં આવી છે. 29મેથી 1 જૂ સુધી 4 દિવસ સુદી ચાલનારા અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં 1 દિવસમાં બે થીમ રાખવામાં આવશે. પરંતુ 30 મેના રોજ એક ખાસ પાર્ટી થવાની છે. જેનું નામ હશે ટોગા પાર્ટી. 


આ હોઈ શકે ડ્રેસકોર્ડ
આટલા ગ્રાન્ડ લગ્ન વિશે જાણવાની દરેકને ઈચ્છા હોય છે. 29 જૂનથી લઈને 1 જૂન સુધી અંબાણી પાર્ટીઓમાં શું ડ્રેસ કોડ હશે તે પણ જાણવા જેવું છે. 


- 29મી મે- ક્લાસિક ક્રૂઝ (લંચ), વેસ્ટર્ન ફોર્મલ્સ (સ્ટારી નાઈટ)
- 30મી મે- રેટ્રો (લંચ), ટોગા પાર્ટી (નાઈટ)
- 31મી મે- પ્લે ફુલ (લંચ), Black the Masquerade (નાઈટ), પાર્ડન માઈ ફ્રેન્ચ (પાર્ટી બાદ)
-1 જૂન ઈટાલિયન સમર


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા થનારા પ્રી વેડિંગ ફંક્શન માટે અનેક મોટી હસ્તીઓ નીકળી ચૂકી છે. આ અગાઉ થયેલા પ્રી વેડિંગ ફંક્શનમાં કલ્ચર અને આર્ટની થીમ રાખવામાં આવી તી જેમાં પાર્ટીમાં આવેલા મહેમાનોએ ખુબ જ સુંદરતાપૂર્વક નિભાવી હતી. જો ટોગા પાર્ટી થાય તો તમામ સેલિબ્રિટિઝનો લૂક જોવા લાયક હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube