અમેરિકાની સૌથી મોટી તેલ પાઇપલાઇન પર Cyber Attack, વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ
અમેરિકાના કોલોનિયલ પાઇપલાઇન કંપની પર થયેલા સાઇબર હુમલા બાદ બાઇડેન તંત્રએ દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે. આ રેન્સમવેયર હુમલાને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 2-3 ટકાનો વધારો થવાની શક્યતા છે.
વોશિંગટનઃ અમેરિકા (America) ની સૌથી મોટી તેલ પાઇપલાઇન પર અત્યાર સુધી થયેલા સૌથી મોટા સાઇબર હુમલા (Cyber Attack) બાદ બાઇડેન પ્રશાસને ઇમરજન્સી (Emergency) ની જાહેરાત કરી છે. આવુ પ્રથમવાર છે જ્યારે કોઈ દેશે સાઇબર એટેકને કારણે કટોકટી લગાવી છે.
દરરોજ 25 લાખ બેરલ તેલની સપ્લાય
જાણકારોનું માનવું છે કે જે કોલોનિયલ પાઇપલાઇન કંપની પર સાઇબર હુમલો થયો છે, તે દરરોજ 25 લાખ બેરલ તેલની સપ્લાય કરે છે. એટલે કે આ તે જગ્યા છે જ્યાંથી પાઇપલાઇન દ્વારા USના પૂર્વ કિનારે આવેલા રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને બીજા ગેસોની 45 ટકા સપ્લાય કરવામાં આવે છે.
2-3 ટકા વધી શકે છે તેલની કિંમત
અમેરિકી મીડિયા રિપોર્ટમાં તે દાવો કરવામાં આવી રહ્યો છે કે સાઇબર હુમલા બાદ તેલની કિંમતમાં 2થી 3 ટકાનો વધારો આવી શકે છે. તે પણ કહેવામાં આવી રહ્યું છે કે જો તેનો જલદી ઉકેલ નહીં આવે તો તેની અસર વ્યાપક થઈ શકે છે. નિષ્ણાંતો અનુસાર, આ હુમલો કોરોના મહામારીને કારણે થયો છે કારણ કે આ સમયે મોટાભાગના એન્જિનિયરો પોતાના ઘરેથી કામ કરી રહ્યાં છે.
કોરોના કાળમાં લોકોને માથે વધુ એક ભારણ, તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
હેકર્સે ચોરી લીધો 100GB ડેટા, આપી ધમકી
ઘણા અમેરિકી સૂત્રોએ પુષ્ટિ કરી છે કે આ રેન્સમવેયર હુમલો ડાર્કસાઇડ (Darkside) નામની એક સાઇબર અપરાધી ગેંગે કર્યો છે, જેણે આશરે 100 જીબી ડેટા ચોરી લીધો છે. આ સિવાય હેકરોએ કેટલાક કમ્પ્યૂટર અને સર્વરો પર ડેટાને લોક કરી દીધો છે અને શુક્રવારે ખંડણી માંગી હતી. તેમણે ધમકી આપી કે જો આમ કરવામાં ન આવ્યું તો ડેટાને ઇન્ટરનેટ પર લીક કરી દેશે.
ન્યૂયોર્ક સુધી તેલની સપ્લાય
તો કંપનીનું કહેવું છે કે તે સેવાઓ ફરી શરૂ કરવા માટે પોલીસ, સાઇબર સુરક્ષા નિષ્ણાંતો અને ઉર્જા વિભાગના સંપર્કમાં છે. રવિવારે રાતે તેણે જણાવ્યું કે, તેની ચાર મુખ્ય લાઇનો ઠપ્પ છે અને ટર્મિનલથી ડિલીવરી પોઈન્ટ સુધી લઈ જતી કેટલીક નાની લાઇનો કામ કરી રહી છે. આ કારણ છે કે રિકવરી ટેન્કર દ્વારા તેલ અને ગેસની સપ્લાય ન્યૂયોર્ક સુધી કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube