નવી દિલ્હી : કોઈમ્બતુર ખાતે આવેલ ઇલેક્ટ્રિકલ વ્હિકલ મેન્યુફેક્ચર એમ્પેયર વ્હીલસ (Ampere Vehicles) દ્વારા ભારતીય માર્કેટમાં બે નવા ઇલેક્ટ્રિકલ સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યા છે. કંપની તરફથી રજુ કરવામાં આવેલા એમ્પેયર વી48ની કિંમત 38 હજાર રૂ. અને રિયો Li-Ionની કિંમત 46 હજાર રૂ. છે. આ બંને સ્કૂટરમાં લિથિયમ-આયોન બેટરી પેક ચાર્જર દેવામાં આ્વ્યું છે. 25 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પિડથી ચાલતા આ સ્કૂટર માટે કોઈ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરી નથી. આ કંપની છેલ્લા એક વર્ષથી ઇલેક્ટ્રિકલ મોટર અને ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનમ કપૂરે ઇન્ટરવ્યૂમાં ભુલભુલથી ફોડી નાખ્યો બોલિવૂડના મોટા રાઝનો ભાંડો


આ બંને સ્કૂટરમાં 250Wની બ્રશલેસ ડીસી મોટર છે જે 48 વોલ્ટની લિથિયર ઓઇલ બેટરીથી એનર્જી લે છે. કંપની તરફથી રજૂ કરાયેલા રિયો Li-I સ્કૂટર પર 120 કિલોગ્રામ અને એમ્પેયર વી48  પર 100 કિલોગ્રામ વજન સહેલાઈથી લઈ શકાય છે. કંપનીનો દાવો છે કે એકવાર ચાર્જ કરવાથી સ્કૂટર પર 65થી 70 કિલોમીટરનું અંતર સહેલાઈથી કાપી શકાય છે. બંને સ્કૂટરને ફુલ ચાર્જ કરવામાં 4થી 5 કલાકનો સમય લાગે છે.  


બે સ્કૂટર લોન્ચ કર્યા પછી કંપનીએ એક લિથિયમ ઓઇલ ચાર્જર પર માર્કેટમાં રજૂ કર્યું છે જેની કિંમત 3000 રૂ. છે. એમ્પેયરની હાલમાં 14 રાજ્યોમાં 150 ડિલરશીપ છે. કંપનીનું મુખ્ય ફોકસ ટિયર II અને ટિયર III શહેરોમાં બિઝનેસ વધારવાનું છે.  2008માં બિઝનેસ શરૂ કર્યા પછી કંપની અત્યાર સુધી 35 હજારથી વધારે ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ કરી ચુકી છે.