Amul Price Hike: દેશભરમાં ફેમસ ડેરી અમૂલે લોકોને મોંઘવારીનો વધુ એક માર આપ્યો છે. દેશના સૌથી મોટા તહેવાર દિવાળી પહેલા જ નાગરિકોને મોટો ઝટકો લાગ્યો છે. અમૂલે દૂધના ભાવ વધાર્યા છે. અમૂલે કોઈ પણ ઔપચારિક જાહેરાત વગર ચૂપચાપ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે. નવી કિંમતો આજથી લાગુ પડશે. આ પહેલા અમૂલે 17 ઓગસ્ટના રોજ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે આ ભાવ વધારાથી લોકોનુ બજેટ બગડી શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલો વધ્યો ભાવ
નવા ભાવ અનસાર, અમૂલ શક્તિ દૂધ હવે 50 રૂપિયા લીટર, અમૂલ ગોલ્ડ 62 રૂપિયા લીટર અને અમૂલ તાજા 56 રૂપિયા લીટરના ભાવે મળી રહ્યું છે. 
 



લોકોની દિવાળી બગડશે
દેશભરની જાણીતી ડેરી અમૂલે દિલ્હીમાં દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે તહેવારો પર સામાન્ય માણસનું બજેટ બગડી શકે છે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. ત્યારે લોકોને કેવી રીતે દિવાળી ઉજવવી એ સમજાતુ નથી. તો બીજી તરફ અમૂલે ચૂપચાપ ભાવ વધારો કરીને લોકોને ઝટકો આપ્યો છે. આખરે આ રીતે ભાવવધારો કરવા પાછળનું શુ કારણ હોઈ શકે. 


ઘાસચારો મોંઘો હોવાની કરી હતી વાત
અમૂલે જ્યારે ઓગસ્ટ મહિનામાં દૂધના ભાવ વધાર્યા હતા ત્યારે ખર્ચમાં વધારાની વાત કરી હતી. ઘાસચારામાં મોઁઘવારીનો દર હાલ રેકોર્ડ સ્તર પર પહોંચ્યો છે.