નવી દિલ્હી: અમૂલે (Amul) મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત ચીન સરહદ (Indo-China Border) નજીક પોતાનું આઉટલેટ ખોલ્યું છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આરે.એસ. સોઢીએ (R S Sodhi) તેની જાણકારી આપી છે. આરે.એસ. સોઢીએ તેના પર કહ્યું કે, અમૂલે લેહમાં (Leh) ભારતની સૌથી ઉંચાઈ પર પોતાની 70 મી શાખા ખોલવા પર ગર્વ છે. જે સંપૂર્ણ રીતે આસપાસના ઠંડા અને વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાથી સજ્જ છે.


અમૂલની આ શાખા શિયાળામાં રસ્તો બંધ થાય ત્યારે પણ ચીન સરહદ સુધીના દૂરના વિસ્તારોની માંગને પહોંચી વળવા કામ કરશે. તમને જણાવી દઇએ કે, અમૂલ ભારતની સૌથી મોટી ફૂડ અને ડેરી કંપની છે. તેની વાર્ષિક આવક 38,500 કરોડ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube