નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાની તરફથી પીઓકેમાં કરવામાં આવેલી કાર્યવાહીથી 200થી 300 આતંકીઓના મોત થયાના સમાચાર છે. તેનું વિદેશ સચિવે સત્તાવાર સમર્થન કર્યું છે. વિદેશ સચિને કહ્યું કે, ભારતીય કાર્યવાહીમાં આતંકી કેમ્પોને ભારે નુકસાન થયું છે. આ પહેલા ઈન્ડિયન એરફોર્સમના 12 ફાઇટર જેટ મિરાજ-2000એ જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર 1000 કિલોથી વધુ વિસ્ફોટકનો વરસાદ કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર આ કાર્યવાહી સવારે 3.45 કલાકે થઈ હતી. ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં તમામ જવાન સુરક્ષિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જવાનો માટે મહિન્દ્રાની દુવા
ભારતીય વાયુસેનાની આ કાર્યવાહી બાદ જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ ટ્વીટ કર્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેને પોતાના ટ્વીટમાં કહ્યું, અને તે સુરક્ષિત પરત ફર્યા... આ સાહસિક કાર્ય છે. આપણે આપણા જવાનોની સુરક્ષા માટે દુવા કરવી જોઈએ, જે આપણી સુરક્ષા માટે તત્પર રહે છે. પુલવામા હુમલા બાદ ઈન્ડિયન એરફોર્સ તરફથી કરવામાં આવેલી કાર્યવાહીને પાકિસ્તાને પણ સમર્થન આપ્યું છે. 



બીજીતરફ પુલવામા હુમલા બાદ થયેલી આ કાર્યવાહીથી પાકિસ્તાને પણ સ્વીકાર કરી લીધો છે. પાકિસ્તાની સેનાએ સ્વીકાર કર્યો કે, ભારતીય વાયુસેનાએ પીઓકેમાં દાખલ થઈને કાર્યવાહી કરે છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફૂરે દાવો કર્યો કે, ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે. પાક સેનાના પ્રવક્તાએ ટ્વીટ કર્યું, ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું. અમે તરત જવાબ આપ્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાના વિમાન પરત પોતાની સરહદ પર પરત આવી જતા રહ્યાં હતા. 


પાકિસ્તાને કર્યું કાર્યવાહીનું સમર્થન
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફૂરે જણાવ્યું કે, ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે, ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે. અમે તેનો તુરંત જવાબ આવ્યો, જેથી ભારતીય વાયુસેનાના વિમાન પરત પોતાની સરહદમાં જતા રહ્યાં. બીજીતરફ પીઓએકમાં આતંકી ઠેકાણાને નષ્ટ કર્યા બાદ ભારતીય એરફોર્સ હાઈએલર્ટ પર છે.