માતા માટે પુત્રનો પ્રેમ જોઇ ભાવુક થયા આનંદ મહિંદ્રા, બોલ્યા ભેટમાં આપીશ કાર
ટ્વિટર પર હંમેશા એક્ટિવ રહેતા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા ફરી એકવાર ભાવુક થયા છે. આ વખતે તેઓ કોઇ દુ:ખ પર નહીં પરંતુ એક પુત્રનો માતા પ્રત્યે પ્રમે જોઇ ભાવુક થયા છે
નવી દિલ્હી: ટ્વિટર પર હંમેશા એક્ટિવ રહેતા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા ફરી એકવાર ભાવુક થયા છે. આ વખતે તેઓ કોઇ દુ:ખ પર નહીં પરંતુ એક પુત્રનો માતા પ્રત્યે પ્રમે જોઇ ભાવુક થયા છે. મૈસૂરના નિવાસી એક માતા પુત્રની સ્ટોરી પર લોકોનો પ્રેમ ઉભરાઇ રહ્યો છે. મૈસૂરના ડી કૃષ્ણ કુમારની 70 વર્ષીય માતા ક્યારેય શહેરથી બહાર ગઇ નથી. તેમણે તેમના પુત્રથી તિર્થયાત્રા પર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ડી કૃષ્ણ કુમારે આ ઇચ્છાને પૂરી કરવા માટે માતાને સ્કૂટર પર બેસાડી નકળી ગયા હતા.
આ પણ વાંચો:- 'Ease Of Doing Business' રેન્કિંગમાં ભારતનો કૂદકો, 77માં સ્થાનથી 63માં સ્થાને પહોંચ્યો દેશ
48,100 કિમીની કરી મુસાફરી
ડી કૃષ્ણ કુમારે અત્યાર સુધીમાં સ્કૂટર પર જ 48,100 કિલોમિટરની મુસાફરી પૂર્ણ કરી છે. તેમણે તેમની સ્ટોરી જાતે વર્ણવી છે, જેનો વીડિયો નાંદી ફાઉન્ડેશનના સીઇઓ મનોજ કુમારે ટ્વીટ કર્યો છે. આ વીડિયો પર આનંદ મહિન્દ્રાની નજર પડી તો તેમણે તેને ફક્ત શેર જ નહીં કર્યો, પરંતુ માતા અને પુત્ર માટે ભાવનાત્મક ઘોષણા પણ કરી. તેનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો:- ચૂંટણી પરિણામ પહેલા ફરી સસ્તું થયું પેટ્રોલ ડીઝલ, આ રહ્યાં આજના ભાવ
KUV100 NXT ગિફ્ટ આપવાની કરી વાત
આનંદ કુમારે મનોજ કુમારનું ટ્વિટ શેર કરવાની સાથે જ લખ્યું કે, ‘માતા અને દેશ માટે પ્રેમની એક સુંદર સ્ટોરી... મનોજ તેને શેર કરવા માટે આભાર.’ જો તમે તેમનો સંપર્ક કરી શકો તો હું તેમને મહિન્દ્રા કેયૂવી 100 એનએક્સટી (KUV100 NXT) ગિફ્ટ કરવા ઇચ્છું છું. તેનાથી તેઓ માતાની સાથે તેમની આગામી યાત્રા કારથી કરી શકશે.
બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...