VIDEO જોઈને ખુદ આશ્ચર્યચકિત થઈ ગયા આનંદ મહિન્દ્રા! પછી શેર કરીને દુનિયાને દેખાડ્યો
Anand Mahindra: આજકાલ સોશિયલ મીડિયામાં અનેક વીડિયો જોયા હશે, જેમાં તમે કાર રેસિગના અવનવા કરતબો જોવા મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે કાર ચલાવવી એ પણ પોતાનામાં એક કળા છે. ડ્રાઈવર પોતાના અનુભવથી આ કળાને સુધારી શકે છે. જેટલી વધારે પ્રેક્ટિસ, એટલું સારું ડ્રાઇવિંગ.
Anand Mahindra Share Video On X: કાર ચલાવવી એ પણ દરેક ડ્રાઈવરમાં એક આગવી કળા હોય છે. ડ્રાઈવર પોતાના અનુભવથી આ કળાને સુધારી શકે છે. જેટલી વધારે પ્રેક્ટિસ, એટલું સારું ડ્રાઇવિંગ. જો આમાં કેટલીક ટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવે તો ડ્રાઇવિંગ હજું વધુ સારું બને છે. જો કે, તે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે ડ્રાઇવિંગ સલામત છે. પરંતુ, કેટલીકવાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જ્યાં થોડું જોખમ લેવું પડે છે, જેમ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ - X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે.
આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો
વીડિયોમાં એક સાંકડા રસ્તા પર બે કાર સામસામે આવી રહી છે. રસ્તાની એક બાજુ ઝાડીઓ અને ઢોળાવ છે. બીજી બાજુ એક ઊંચા ખડકને અડીને દિવાલ છે. આ રોડ પરથી એક સમયે માત્ર એક જ કાર પસાર થઈ શકે છે. પરંતુ, આ બંને કાર સામસામે આવીને સામસામે ઉભી રહી જાય છે. પછી જે થયું તે આનંદ મહિન્દ્રાને પણ આશ્ચર્યચકિત કરી દીધું. વીડિયો જોઈને આનંદ મહિન્દ્રા પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ, તેમણે એમ પણ કહ્યું કે જે પણ વીડિયોમાં કરવામાં આવ્યું છે, તમારે તેને ઘરે (એટલે કે જાતે) અજમાવવું જોઈએ નહીં.
વીડિયોમાં જોઈ રહ્યા છો કે સૌથી પહેલા સફેદ રંગની કાર રસ્તાની બાજુમાં ઝાડી-ઝાંખરા પર પાર્ક કરવામાં આવી છે. ત્યારપછી બીજી કારનો ડ્રાઈવર બાકી રહેલી જગ્યાને પોતાના હાથ વડે માપે છે. પરંતુ, કારને પાર કરવા માટે તે જગ્યા પૂરતી ન હતી. તેથી, ડ્રાઇવર ધીમે ધીમે તેની કારના બે પૈડા દિવાલ પર ચલાવે છે. હવે તેની કાર લગભગ 30 થી 40 ડિગ્રીના ખૂણા પર નમેલી છે અને ધીમે ધીમે આગળ વધે છે.
જુઓ વીડિયો-
નોંધ- અમારી અપીલ છે કે તમે જાતે આવું કંઈ ન કરો. આવું કરવું જોખમી બની શકે છે.