દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનું પ્રી વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં ચાલી રહ્યું છે. સમગ્ર દુનિયાની નજર હાલ જામનગર પર છે કારણ કે મનોરંજન, ઉદ્યોગ જગતની ધૂરંધર હસ્તીઓ જામનગરની મહેમાન બની છે. રિલાયન્સ ટાઉનશીપના જોગવાડ ગામમાં સમગ્ર અંબાણી પરિવાર ભેગુ થયું છે. પ્રી વેડિંગમાં પણ એક લગ્ન જેવો જલસો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 થી 3 તારીખ સુધી પ્રી વેડિંગ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન જો કે 12 જુલાઈના રોજ થવાના છે પરંતુ 1 માર્ચથી લઈને 3 માર્ચ સુધી જામનગરમાં પ્રી વેડિંગ સેલિબ્રેશન ચાલશે. આ માટે જામનગરમાં દેશ દુનિયાની મશહૂર હસ્તીઓનો જમાવડો થયો છે. બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, સિંગર રિહાના પણ જામનગરમાં છે. બધાને એવો પ્રશ્ન હોઈ શકે કે આખરે જામનગરની જ પસંદગી કેમ?


નીતા અંબાણીએ આપ્યો જવાબ
અનંત અને રાધિકાની પ્રી વેડિંગની તૈયારીઓ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં નીતા અંબાણી જોવા મળી રહ્યા છે. ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિની થીમ પર ચાલી રહેલા પ્રી વેડિંગની તૈયારીઓની ઝલક જોવા મળી રહી છે. જેમાં પુત્રના પ્રી વેડિંગ માટે ગુજરાતના જામનગરની પસંદગી કેમ કરાઈ તે અંગે નીતા અંબાણી જણાવી રહ્યા છે. 



નીતા અંબાણી કહે છે કે તેમને ભારતીય સંસ્કૃતિ પર પ્રેમ છે. તેઓ પોતાના પરિવારના મૂળિયા સાથે જોડાવવા માંગે છે. બિઝનેસના કારણે મુંબઈમાં રહેવાને લીધે કેટલીક ચીજો જે પાછળ છૂટી ગઈ હતી તેને તેઓ ફરીથી જીવંત કરીને સમગ્ર દુનિયાને તેનાથી વાકેફ કરાવવા માંગતા હતા. 


બાળકો જ્યાં ઉછર્યા તેની સાથે જોડવા માંગુ છું
નીતા અંબાણી કહે છે કે ભારતીય સંસ્કૃતિ અને કળા મને ખુબ પ્રેરિત કરે છે. ગુજરાતના જામનગર સાથે તો સમગ્ર અંબાણી પરિવારનો ગાઢ નાતો છે. અનંતના દાદી જામનગરમાં જન્મ્યા હતા. તેમના દાદા ધીરુભાઈ અંબાણીએ જામનગરમાં જ બિઝનેસ શરૂ કર્યો હતો. અનંતના પિતા મુકેશ અંબાણીએ જામનગરમાં જ પરિવારનો કારોબાર સંભાળ્યો અને બિઝનેસની આંટીઘૂંટી શીખી. આકાશ, ઈશા અને અનંત ત્રણેયનું બાળપણ જામનગરમાં જ વીત્યું. ત્રણેયને તેમના જૂના મૂળિયા સાથે જોડી રાખવા માટે ગુજરાતી કલ્ચર અને પરંપરાગત રીતિ રિવાજો સાથે અનંત અને રાધિકાનું પ્રી વેડિંગ જામનગરમાં કરવાનો પ્લાન ઘડાયો. 



અનંત અંબાણીએ પણ આપ્યો હતો જવાબ
આ અગાઉ અનંત અંબાણીએ પણ એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જામનગર સાથે તેમના પરિવારનો ખાસ સંબંધ છે. દાદી કોકિલાબેનનો જન્મ જામનગરમાં જ થયો હતો. દાદાજીએ પણ અહીં જ બિઝનેસ શરૂ કર્યો હતો. દાદાજી અને પપ્પાની કર્મભૂમિ રહ્યું છે જામનગર, હું પોતે અહીં મોટો થયો. તેમણે જામનગરમાં બાળપણની યાદો વિશે પણ ખુબ જણાવ્યું હતું.