Reliance Infra Q2 Result: અનિલ અંબાણીની પાટા પરથી ઉતરેલી ગાડી હવે ઝડપથી દોડી રહી છે. તેમને એક પછી એક સારા સમાચાર મળી રહ્યા છે. અનિલ અંબાણીએ પોતાના ખરાબ સમયમાં પત્નીના દાગીના ગીરો મૂકીને લોન ચૂકવવી પડી હતી, તેની સ્થિતિ હવે પહેલા કરતા વધુ મજબૂત બની છે. આમાં તેમના પુત્રો અને પરિવારે તેમને સાથ આપ્યો છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે તેમની ખોટ કરતી કંપની રિલાયન્સ પાવરે બીજા ક્વાર્ટરમાં રૂ. 2878 કરોડનો નફો કર્યો છે. આ પછી હવે તેની બીજી કંપની વિશે પણ સારા સમાચાર આવ્યા છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ ઇન્ફ્રા લિમિટેડનો સંકલિત ચોખ્ખો નફો રૂ. 4,082.53 કરોડ હતો. આ એ જ કંપની છે જેના પર તેઓ તેમના પુત્ર જય અનમોલ અંબાણી સાથે મળીને કામ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગયા વર્ષે 294 રૂપિયાનું થયું હતું નુકસાન 
ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને રૂ. 294.04 કરોડનું નુકસાન થયું હતું. રિલાયન્સ ઇન્ફ્રા દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે, લોન સેટલમેન્ટ પરના નફા અને મધ્યસ્થતા ક્લેમના કારણે પ્રાપ્ત રૂ. 80.97 કરોડ સહિત રૂ. 3,575.27 કરોડના અસાધારણ નફાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો નફો વધારવામાં મદદ કરી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક નજીવી રીતે ઘટીને રૂ. 7,345.96 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 7,373.49 કરોડ હતી.


કંપનીના ખર્ચમાં મોટો ઘટાડો
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ખર્ચ ઘટીને રૂ. 6,450.38 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 7,100.66 કરોડ હતો. રિલાયન્સ ઈન્ફ્રા પાવર, રોડ, મેટ્રો રેલ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો માટે એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન (E&C) સેવાઓ પ્રદાન કરવાના વ્યવસાયમાં છે. આ સમાચાર આવ્યા બાદ કંપનીના શેરમાં ફરી વધારો જોવા મળ્યો હતો. છેલ્લા 52 સપ્તાહમાં રૂ. 350.90ની હાઈ પર પહોંચનાર આ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ગુરુવારે ટ્રેડિંગ સેશનના અંતે શેર 3 ટકાથી વધુ વધીને રૂ. 258.40 થયો હતો.


રિલાયન્સ પાવરનો નફો પણ શાનદાર
આ પહેલા તેમની કંપની રિલાયન્સ પાવરે પણ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં નેટ પ્રોફિટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. અનીલ અંબાણીની આ કંપની પણ ખોટમાંથી નફામાં પાછી આવી છે. રિલાયન્સ પાવર પહેલેથી જ દેવું મુક્ત થઈ ગયું છે. જુલાઈ-સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં રૂ. 237.76 કરોડની ખોટ કર્યા બાદ અંબાણીની રિલાયન્સ પાવર હવે નફાકારક બની ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ પાવરનો સંકલિત નેટ પ્રોફિટ રૂ. 2,878.15 કરોડ હતો. કંપનીએ અગાઉ ગયા નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં રૂ. 237.76 કરોડની ખોટ કરી હતી.


કંપનીને સબસિડિયરી કંપનીના અલગ થવાથી રૂ. 3,230.42 કરોડનો નફો થયો છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સ પાવરે તેની સબસિડિયરી કંપની વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડ (VIPL) માટે રૂ. 3,872 કરોડની ગેરેંટર જવાબદારીઓનું સમાધાન કર્યું છે. રિલાયન્સ ગ્રુપનો એક ઘટક રિલાયન્સ પાવર લિમિટેડ દેશની પ્રાઈવેટ સેક્ટરની વીજ ઉત્પાદન અને કોલસા સંસાધન કંપની છે.