Anil Ambani Update: એડીએજી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને રાહત આપતા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મેટ્રો સેવા આવનારી કંપની દિલ્હી એરપોર્ટ મેટ્રોલ એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ (DAMEPL)ના પક્ષમાં 8000 કરોડ રૂપિયાના આર્બિટ્રલ એવોર્ડને રદ્દ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આર્બિટ્રલ એવોર્ડમાં પેટન્ટ કાયદેસરતાનો હવાલો આપતા હાઈ કોર્ટના ડિવિઝન બેંચના ચુકાદાને યથાવત રાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20% ઘટી ગયો રિલાયન્સ ઇન્ફ્રાનો શેર
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને કારણે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં કડાકો જોવા મળ્યો છે. આ સ્ટોકમાં 20 ટકાના ઘટાડા સાથે લોઅર સર્કિટ લાગી ગઈ છે. 56.90 રૂપિયાના ઘટાડા સાથે શેર 227.60 રૂપિયા પર બંધ થયો છે. કંપનીનું માર્કેટ કેપ ઘટીને 9015 કરોડ રૂપિયા પર આવી ગયું છે.


મુખ્ય ન્યાયાધીશ ડી વાઈ ચંદ્રચૂડની આગેવાનીવાળી બેંચે પોતાના ચુકાદામાં ડીએમઆરસી તરફથી જમા કરેલી રકમને પરત કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અરજીકર્તા તરફથી કાર્યવાહી હેઠળ જમા કરાવેલી રકમ પરત કરવી પડશે. પોતાના ચુકાદાને સુરક્ષિત રાખતા સુપ્રીમ કોર્ટે ડીએમઆરસીને ક્યૂરેટિવ પિટીશન દાખલ કરવાની મંજૂરી આપી છે. બેંચે પરંતુ ચેતવતા કહ્યું કે તેનો ઉપયોગ આવી અરજીઓના દ્વાર ખોલવા માટે ન કરવો જોઈએ.


આ પણ વાંચોઃ 15 એપ્રિલથી ઓપન થઈ રહ્યો છે આ IPO, પ્રાઇઝ બેન્ડ 85 રૂપિયા, જાણો વિગત


શું છે મામલો
ડીએમઆરસી અને દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડે 2008માં નવી દિલ્હી રેલવે સ્ટેશનથી દ્વારકા સેક્ટર 21 સુધી 30 વર્ષ માટે એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનની ડિઝાઇન, ઈન્સ્ટ્રોલ, કમીશન ઓપરેટ અને મેનટેન કરવા માટે કરાવ કર્યો હતો. ડીએમઆરસીએ સિવિલ સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું, જ્યારે દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ પર સિસ્ટમના દેખરેખની જવાબદારી હતી.


દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડે સ્ટ્રક્ચરમાં ખામીઓ જોતા ડીએમઆરસીએ જુલાઈ 2012માં નોટિસ જારી કરી તેને ઠીક કરવાનું કહ્યું હતું. બાદમાં દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડે ટર્મિનેશન નોટિસ આપી હતી. આર્બિટ્રલ ટ્રિબ્યૂનલે દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડના હકમાં ચુકાદો આપતા ડીએમઆરસીથી 2017માં 2782.33 કરોડ રૂપિયાની ચુકવણી કરવાનું કહ્યું. ડીએમઆરસીએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે ડિવિઝન બેંચે આર્બિટ્રલ ટ્રિબ્યૂનલના ઓર્ડર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ અનિલ અંબાણીની કંપનીએ સુપ્રીમમાં અરજી કરી હતી.