નવી દિલ્હીઃ Reliance Power Share Price: અનિલ અંબાણીની કંપનીનો સ્ટોક છેલ્લા કેટલાક સમયથી સતત ભાગી રહ્યો છે. આ સ્ટોકે ઈન્વેસ્ટરોને છેલ્લા એક વર્ષમાં ડબલ ફાયદો કરાવ્યો છે. અનિલ અંબાણીની આ કંપનીનું નામ રિલાયન્સ પાવર છે. રિલાયન્સ પાવરે ઈન્વેસ્ટરોના પૈસા એક વર્ષમાં ડબલ કરી દીધા છે. આજે પણ કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ પાવરના શેરની કહાની ખુબ અજબ-ગજબ છે. વર્ષ 2008માં આ સ્ટોકની કિંમત 240 રૂપિયાના લેવલ પર હતી. તો આજે બજારમાં સ્ટોકની કિંમત માત્ર 23 રૂપિયા છે. આ હિસાબે જુઓ તો શેરની કિંમતમાં 90.35 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં હાલના દિવસોમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા છ મહિનામાં કંપનીના સ્ટોકમાં 21.47 ટકાનો વધારો થયો છે. 


2008માં 240ના લેવલ પર હતો સ્ટોક
15 ફેબ્રુઆરી 2008ના સ્ટોકની કિંમત 240 રૂપિયાના લેવલ પર હતી. તો શેરમાં આવલા ભારે તોફાન બાદ ઈન્વેસ્ટરોએ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. આ શેરની કિંમત 90 ટકાથી વધુ નીચે પહોંચી ગઈ હતી. છેલ્લા એક વર્ષમાં કંપનીના સ્ટોકમાં રિકવરી જોવા મળી છે.


આ પણ વાંચોઃ આ સરકારી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, 78000નો મળી રહ્યો છે ફાયદો, જાણો વિગત


એક વર્ષમાં ડબલ થયા ઈન્વેસ્ટરોના પૈસા
આ શેરની કિંમત 20 માર્ચ 2023ના 10.30 રૂપિયાના લેવલ પર હતી. તો ઠીક એક વર્ષમાં આ કંપનીના સ્ટોકની કિંમત 23.20 રૂપિયાના લેવલ પર પહોંચી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકમાં પૈસા લગાવનાર ઈન્વેસ્ટરોને ડબલ ફાયદો થયો છે. એક વર્ષમાં આ સ્ટોકે ઈન્વેસ્ટરોને 125.24 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ ઈન્વેસ્ટરો આ શેરમાં એક વર્ષમાં 1 લાખ લગાવ્યા હોત તો આજે તેની રકમ બે લાખથી વધુ થઈ ગઈ હોત.


શું છે કંપનીનો કારોબાર?
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર અંબાણી ગ્રુપની કંપની છે. તે નાણાકીય સર્વિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટરમાં કામ કરે છે. આ સિવાય રિલાયન્સ પાવર ભારતમાં વીજળી પરિયોજનાના વિકાસ માટે કામ કરે છે. કંપનીની પાસે આ સમયે આશરે 6000 મેગાવોટ વીજળી ઉત્પાદન કરતો પ્લાન્ટ છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)