અમરીશ પાંડેય/નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટ તરફથી રાફેલ વિમાન સૌદાની વિરુદ્ધ દાખલ કરાયેલ તમામ અરજીઓ રદ કરવા અને એસઆઈટી તપાસ માટે નકારી કાઢવામાં આવ્યા બાદ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીનું નિવેદન આવ્યું છે. અનિલ અંબાણી દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામા આવ્યુ છે કે, હું માનનીય ઉચ્ચતમ ન્યાયાલયના નિર્ણયનું સ્વાગત કરુ છું. સુપ્રિમ કોર્ટે રાફેલ ડીલ પર દાખલ કરાયેલ તમામ જનહિત અરજીઓ (PIL) ને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, રિલાયન્સ ગ્રૂપ અને મારી વિરુદ્ધ જેટલા પણ આરોપ લગાવવામાં આવ્યા હતા, તે તમામ આધારહીન અને રાજનીતિથી પ્રેરિત હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારની યોજનાઓમાં પૂરતો સહયોગ રહેશે
રિલાયન્સ ગ્રૂપના ચેરમેને પેતાનો નિવેદનમા કહ્યું કે, અમે રાષ્ટ્રની સુરક્ષા માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છીએ અને સરકારની યોજનાઓ મેક ઈન ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયા માટે અમારું પૂરતુ યોગદાન રહેશે. સાથે જ અમે ફ્રાન્સના મહત્વપૂર્ણ કરાર દસોલ્ટ એવિયેશનનું પણ પૂરતુ સન્માન કરીએ છીએ. આ પહેલા શુક્રવારે સવારે સુપ્રિમ કોર્ટે ભારત અને ફ્રાન્સની વચ્ચે થયેલ રાફેલ વિમાનના સોદા પર ઉઠાવેલ તમામ અરજીઓ નકારી કાઢી છે. 


સોદાની પ્રોસેસમાં કોઈ ગરબડી નથી : સુપ્રિમ કોર્ટ
ઉચ્ચતમ ન્યાયાલયમાં સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં મળેલી પીઠે આ મામલે સુનવણી દરમિયાન કહ્યું કે, આ સૌદાની પ્રક્રિયામાં સુપ્રિમ કોર્ટને કોઈ પણ ગરબડી મળી નથી. તેથી તેની એસઆઈટી તપાસ નહિ થાય. સીજેઆઈએ કહ્યું કે, રાફેલ વિમાનના સોદામાં કિંમતોની તપાસ સુપ્રિમ કોર્ટનું કામ નથી. અમે કેટલાક લોકોની ધારણાના આધાર પર નિર્ણય આપી શક્તા નથી. રાફેલ સોદામાં કોઈ ધાંધલી કે અનિયમિતતા નથી. રાફેલ વિમાનની ગુણવત્તા પર કોઈ શંકા નથી. દેશને સારા વિમાનોની જરૂર છે, તો રાફેલ ડીલ પર સવાલ કેમ. 


રાફેલ ડીલ અંગે વધુ ન્યૂઝ