અનિલ અંબાણીની આ કંપનીનો શેર કરી રહ્યો છે કમાલ, 5 દિવસમાં 30% નું રિટર્ન, એક્સપર્ટ બુલિશ
Stock Market News: રિલાયન્સ પાવરના શેરની કિંમતમાં છેલ્લા પાંચ કારોબારી દિવસ દરમિયાન 30 ટકાની તેજી જોવા મળી છે. આ સ્ટોકના પ્રદર્શનને લઈને એક્સપર્ટ બુલિશ છે.
Reliance Power shares: બજેટ બાદ રિલાયન્સ પાવરના શેરની કિંમતમાં તેજી જોવા મળી છે. 23 જુલાઈ 2024ના રિલાયન્સ પાવરનો શેર 26.94 રૂપિયા પર બંધ થયો હતો. રિલાયન્સ પાવરનો શેર સતત 52 વીક હાઈ સુધી પહોંચી રહ્યો છે. પરંતુ બજેટ બાદ રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપ કે રિલાયન્સ ADAG ના શેરનો ભાવ 26.94 રૂપિયાથી વધી 34.54 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે. એટલે કે માત્ર પાંચ કારોબારી દિવસમાં કંપનીના શેરની કિંમતમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.
કંપનીના શેરમાં તેજી પાછળ શું છે કારણ?
શેર બજારના જાણકારો પ્રમાણે રિલાયન્સ પાવર હવે સ્ટેન્ડઅલોન આધાર પર લોન મુક્ત કંપની છે. કંપનીએ પોતાના 800 કરોડ બાકી રૂપિયા ચૂકવી દીધા છે અને રિલાયન્સ એડીએજી કંપનીને નાણાકીય વર્ષ 2025માં અન્ય પ્રાઇવેટ પાવર સેક્ટરની કંપનીઓની સાથે પ્રતિસ્પર્ધાની આશા છે. તેમણે કહ્યું કે બજેટના ફાયદાથી કંપનીની બેલેન્સ શીટમાં સુધાર થશે. આ કારણે રિલાયન્સ પાવરના શેરમાં ખરીદી વધી છે. પરંતુ તેમણે કહ્યું કે લોન મુક્ત કંપની બન્યા બાદ કંપની ઓર્ડર બુકના મોર્ચા પર પડકારનો સામનો કરી રહી છે, જે ચાલૂ નાણાકીય વર્ષના આગામી ક્વાર્ટરમાં સ્પષ્ટ થવાની આશા છે.
રિલાયન્સ પાવરના શેરના પ્રદર્શનને લઈને શું કહી રહ્યાં છે એક્સપર્ટ?
પ્રોફિટમાર્ટ સિક્યોરિટીના રિસર્ચ પ્રમુખ અવિનાશ ગોરક્ષકરે રિલાયન્સ પાવરના શેરની કિંમતમાં તેજીના કારણો જણાવતા કહ્યું- રિલાયન્સ પાવર હવે દેવામાં ડૂબેલી કંપની નથી. કંપનીએ પોતાના 800 કરોડ ચૂકવી દીધા છે અને હવે તે સ્ટેન્ડઅલોન આધાર પર લોન મુક્ત કંપની છે. તેથી કંપની પોતાની ઓર્ડર બુક પર કામ કરી શકે છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે રિલાયન્સ પાવરની નાણાકીય અને ઓર્ડર બુકમાં કેટલો લાભ મળે છે.
આ પણ વાંચોઃ પેન્શન મુદ્દે એક્શન મોડમાં મોદી સરકાર, 78 લાખ લોકોને મળશે ખુશીના સમાચાર!
શું છે ટાર્ગેટ પ્રાઇઝ?
આ કંપનીના શેરના પ્રદર્શન પર વાત કરતા ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુમીત બગાડિયાએ કહ્યું- રિલાયન્સ પાવરના શેર કિંમતમાં તેજીનો ટ્રેન્ડ છે. સ્ટોકે 32 રૂપિયા પર મજબૂત આધાર બનાવ્યો છે. રિલાયન્સ પાવરના શેરધારકોને સલાહ આપવામાં આવે છે કે તે 38 રૂપિયા અને 40 રૂપિયાના પ્રતિ શેર લક્ષ્ય માટે 32 રૂપિયાના સ્ટોપ લોસની સાથે હોલ્ડ કરે.
નવા ઈન્વેસ્ટર રિલાયન્સ પાવરના શેર પણ ટાર્ગેટ પ્રાઇઝ માટે ખરીદી કરી શકે છે. 32 રૂપિયાનો સ્ટોપ લોસ બનાવી રાખી શકે છે. અનિલ અંબાણીની માલિકીવાળી આ કંપનીમાં ત્યાં સુધી બાય-ઓન-ડિપ્સ રણનીતિ બનાવી રાખી શકાય છે, જ્યાં સુધી સ્ટોકની કિંમત 32 રૂપિયાથી વધુ ન જાય.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)