અનિલ અંબાણીની કંપનીએ ફુંક્યું દેવાળું, ચોંકાવનારી વિગતો એક ક્લિક પર
અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણીની JIO મોબાઇલ કનેક્શનની દુનિયામાં નંબર વન છે
નવી દિલ્હી : અનિલ અંબાણીની (Anil Ambani) રિલાયન્સ કમ્યુનિકેશન (R-COM)એ દેવાળું ફુંક્યું છે.આરકોમ એ કંપની છે જેણે પહેલીવાર લોકો સુધી સસ્તો મોબાઇલ પહોંચાડ્યો હતો. 2000ની શરૂઆતમાં ભારતમાં નવોનવો મોબાઇલ શરૂ થયો હતો ત્યારે 2001માં R-COM દ્વારા માત્ર 501 રૂપિયામાં મોબાઇલ સીમ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. R-COMની ટેગ લાઇન 'કર લો દુનિયા મુઠ્ઠી મેં' બહુ લોકપ્રિય થઈ હતી. અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણીની JIO મોબાઇલ કનેક્શનની દુનિયામાં નંબર વન છે
શુક્રવારે અનિલ અંબાણી હસ્તકની ટેલિકોમ કંપની R.Comએ પોતાના ઉપર રહેલા રુ.46000 કરોડના દેવાને ન ચૂકવી શકવા ઉપરાંત મોટાભાઈ મુકેશ અંબાણીની જીયોને પોતાની કંપનીના નામે રહેલું સ્પેક્ટ્રમ ન વેચી શકવાના કારણે નાદારી નોંધાવવાનું નક્કી કર્યું છે. કંપનીને દેવાળીયા જાહેર કરવા માટે નાદારી નોંધાવવાની આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે એક સપ્તાહ પહેલા સ્વીડિશ નેટવર્ક જાયન્ટ એરિક્સને સુપ્રીમ કોર્ટમાં અનીલ અંબાણીની ધરપકડ કરવામાં આવે તે બાબતની અરજી કરી હતી. એરિક્સને અનીલ અંબાણીની કંપની Rcom પર રુ.550 કરોડ રુપિયાનું દેવું ન ચૂકવી શકવાનો આરોપ લગાવ્યો છે. સાથે સાથે સર્વોચ્ચ કોર્ટના આદેશને પણ માનવામાં ન આવ્યો હોવાનું અરજીમાં જણાવાયું છે.
નાદારી નોંધાવવાની જાહેરાત સાથે Rcomના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘કંપનીની બોર્ડ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે કંપની NCLT મુંબઈ દ્વારા ફાસ્ટટ્રેક કેસ ચલાવવા માગે છે અને બોર્ડને આશા છે કે નાદારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થવાથી તમામ સ્ટેકહોલ્ડર્સને યોગ્ય ન્યાય મળશે અને નિયમો મુજબ 270 દિવસમાં અંતિમ, પારદર્શક અને સમય-મર્યાદિત રીતે વ્યાપક દેવાનું નિરાકરણ કરવામાં આવશે.’