નવી દિલ્હી : રિલાયન્ય ઇન્ડસ્ટ્રીની 41મી એન્યુઅલ જનરલ મિટિંગમાં કંપની તરફથી અનેક જાહેરાતો કરવામાંઆવી છે. આ તમામ ઘોષણામાં ખાસ રહી જિયો ફોન 2ની જાહેરાત. આ ઘોષણા મુકેશ અંબાણીની દીકરી ઇશા અને દીકરા આકાશે કરી છે. જાહેરાત પ્રમાણે જિયો ફોન 2માં અનેક નવા ફિચર જોડવામાં આવ્યા છે. રિલાયન્સના ફોનમાં પહેલાં ફેસબુકની સુવિધા મળતી હતી અને હવે એમાં યુટ્યૂબ તેમજ વોટ્સએપ પણ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયો સર્વિસના ફોન આવનારા દિવસોમાં માર્કેટની દિશા જ  બદલી નાખશે.  આ ફોન 15 ઓગસ્ટથી મળવાના શરૂ થઈ જશે. જુનો ફોન આપીને નવો ફોન 21 જુલાઈથી લઈ શકાશે અને એ માટે 501 રૂ. આપવા પડશે. આ ઓફર જિયોના પ્રાઇમ મેમ્બર માટે હશે. આ મોનસુન હંગામા ઓફર અંતર્ગત જુનો ફોન આપીને નવો ફોન 501 રૂ.માં લઈ શકાય છે. 


આ છે નવા ફોનની ખાસિયત


  • 15 ઓગસ્ટથી જિયોફોન-2 મળશે, કિંમત હશે 2,999 રૂ. 

  • જિયો ફોનથી ઘરના ઉપકરણ પણ ચલાવી શકાશે

  • ઘરના કેમેરાથી પણ જિયો ફોન 2 ચલાવી શકાશે

  • આ ત્રણેય એપ વોઇસ કમાન્ડથી ખોલી શકાશે

  • આ નવા ફોનમાં ફેસબુક, વોટ્સએપ અને યુટ્યૂબ મળશે

  • આ ફોનમાં એફએમ, વાઇફાઇ, જીપીએસની સુવિધા મળશે

  • ફોનમાં 512 એમબીની રેમ હશે તેમજ ઇન્ટરનલ મેમરી 4 જીબી હશે

  • ફોનમાં ડ્યુઅલ સીમની સુવિધા હશે, લાઉડ મેનો સ્પીકર હશે

  • આની બેટરી 2000 એમએએચની હશે


બિઝનેસના લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...