મુંબઈ : PNBનો નીરવ મોદી કાંડની શ્યાહી હજી સુકાઇ નથી ત્યાં પીએનબી બેંકની તે જ શાખામાં વધારે એક ગોટાળો સામે આવ્યો છે. પંજાબ બેંકની બ્રેડી હાઉસ કેસમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. મુંબઈની PNBની બ્રેડી હાઉસ બ્રાંચમાં 9 કરોડની છેતરપિંડીની ફરિયાદ CBI સમક્ષ આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એપ્રિલ, 2017માં બેંક પાસેથી લેવામાં આવેલ ઉધાર રકમની ફરિયાદ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રી પેપર્સ કંપનીના નામે ગોકુલનાથ શેટ્ટી અને હેમંત ખરાતે 9 કરોડનું ફ્રોડ આચર્યું છે. PNBના બ્રેડી હાઉસમાંથી એપ્રિલ, 2017માં ઈશ્યુ કરવામાં આવેલ 9.1 કરોડના 2 LoU ઈશ્યુ કરવામાં આવ્યા હતા. કંપની અને તેના પ્રમોટર આ બે લેટર ઓફ અન્ડરટેકિંગ(LoU) એટલેકે ગેરન્ટીના પૈસા નથી ચૂકવી રહ્યાં અને સામે ખરીદેલ માલ-સામાન્ય અથવા મિલકત નથી દર્શાવી રહ્યાં. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રેડી હાઉસ બ્રાંચ એ જ બ્રાંચ છે.


જેમાંથી નીરવ મોદી અને કંપનીઓનું 12,000 કરોડનું કાળું કૌભાંડ બહાર આવ્યું હતુ. જોકે CBIની ચાર્જશીટ બહાર આવશે ત્યારે એ વાતનો ખુલાસો થશે કે કંપનીઓ બેંક સાથે છેતરપિંડી કરી છે કે પછી બેંકના કર્મચારીઓ સાથેની સાંઠગાંઠથી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. સવાલ એ પણ છે કે આ 9 કરોડનો ફ્રોડનો મામલો બેંકે સામેથી CBI સમક્ષ રજૂ કર્યો છે અથવા અન્ય કોઈ તપાસ એજન્સી કરેલી ઈન્વેસ્ટીગેશનમાં આ ધાંધલી બહાર આવી છે.