Income Tax ના નવા પોર્ટલ પરથી તાત્કાલિક બનાવો ઈ-પાન, જાણો કઈ રીતે APPLY કરશો
ઈન્કમ ટેક્સની નવી વેબસાઈટથી ઓનલાઇન પાન કાર્ડ બનાવવા માટે એપ્લાય કરી શકો છો. સાથે જ તાત્કાલિક ઈ-પાન માટે અરજી પણ કરી શકે છે.
નવી દિલ્લી: પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે PAN કાર્ડ નાણાંકીય લેવડ દેવડ માટે સૌથી મહત્વનો દસ્તાવેજ છે. બેંક એકાઉન્ટમાં તેના વિના તમારું ખાતું ખૂલી નહીં શકે. ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાથી લઈને નવા ક્રેડિટ કે ડેબિટ કાર્ડ માટે પાન કાર્ડ જરૂરી છે. જો તમે હજુ સુધી પાન કાર્ડ બનાવ્યું નથી તો ઝડપથી બનાવી લેજો. તેને તમે ઓનલાઈન પણ બનાવી શકો છો. તમે ઈન્કમ ટેક્સની નવી વેબસાઈટથી પણ ઓનલાઈન પાન કાર્ડ બનાવવા માટે એપ્લાય કરી શકો છો. સાથે જ તમે તત્કાલ ઈ-પાન માટે પણ અરજી કરી શકો છો.
શું કરવું પડશે:
તત્કાલ ઈ-પાનની અરજી કરવા માટે તમારે સૌથી પહેલા ઈન્કમ ટેક્સ વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જવું પડશે. તાત્કાલિક ઈ-પાન કાયદેસર આધાર નંબર ધરાવતાં અરજદારો માટે આપવામાં આવેલી સુવિધા છે. બજેટ 2020માં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ સુવિધાથી લાંબુ-લચક ફોર્મ ભર્યા વિના જ પાન કાર્ડ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.
સામાન્ય પાન કાર્ડની જેમ જ છે ઈ-પાન:
ઈ-પાન સામાન્ય પાન કાર્ડ જેવું જ હોય છે. સામાન્ય પાન કાર્ડની જેમ જ તેનો ઉપયોગ કરી શકાય છે. તેને સરળતાથી ઓનલાઈન જનરેટ કરી શકાય છે. ઈ-પાન માટે અરજી કરનારે માત્ર પોતાના આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની જરૂરિયાત રહેશે.
તત્કાલ ઈ-પાન માટે કોણ અરજી કરી શકે:
1. કોઈ વ્યક્તિ જેણે ક્યારેય પાન કાર્ડ બનાવ્યું નથી
2. જેમની પાસે પહેલાથી પાન કાર્ડ છે
ભલે તે આધાર સાથે લિંક ન હોય આવા લોકો ઈ-પાન માટે અરજી કરી શકે છે. આધાર કાર્ડ ધરાવનારને પોતાના આધાર કાર્ડમાં લખેલી જન્મતારીખની જરૂર રહે છે. સગીરને તાત્કાલિક ઈ-પાન માટે અરજી કરવાની પરવાનગી છે. અરજદારે પોતાના મોબાઈલ ફોન નંબરને પોતાના આધાર સાથે લિંક કરવો પડશે.
તાત્કાલિક ઈ-પાન માટે કેવી રીતે અરજી કરશો:
1. નવા ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ https://www.incometax.gov.in/iec/foportal પર જાઓ.
2. તેના પછી હોમ પેજ પર ઓનલાઈન સર્વિસીઝ સેક્શનમાં જાઓ અને ઈન્સ્ટન્ટ ઈ-પાન પર ક્લિક કરો.
3. જો તમારી સ્ક્રીન પર પહેલી વખત ઈ-પાનનો વિકલ્પ ન દેખાય તો વધારે બતાઓ પર ક્લિક કરો.
4. ત્યારબાદ ન્યૂ ઈ-પાન પર ક્લિક કરો.
5. પછી પોતાનો આધાર નંબર એન્ટર કરો.
6. એક્સેપ્ટ પર ક્લિક કરતાં પહેલા નિયમ અને શરતો ધ્યાનથી વાંચી લો.
7. તમારા પોતાના આધાર નંબરની સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ આવશે.
8. પોતાનું ઈ-મેલ આઈડી એન્ટર કરી સબમિટ પર ક્લિક કરો.
9. તાત્કાલિક ઈ-પાન તમારા ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે. અને તેને સરળતાથી PDFના રૂપમાં ડાઉનલોડ કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube