Online Passport Registration: ઘરે બેઠા પાસપોર્ટ માટે કરો એપ્લાય, ઝડપથી થઈ જશે તમારું કામ
Passport Apply: જો તમે એક દેશથી બીજા દેશમાં જવા માગતા હોય તો તેની માટે પાસપોર્ટ જરૂરી હોય છે.પાસપોર્ટ તે દેશની સરકાર દ્વારા તેના નાગરિકોને જારી કરાયેલ એક અધિકૃત દસ્તાવેજ છેય જે લોકોને એક દેશની બીજા દેશમાં વિવિધ વિદેશી દેશોમાં મુસાફરી કરવા માટે અધિકૃત કરે છે.
Passport Apply: જો તમે એક દેશથી બીજા દેશમાં જવા માગતા હોય તો તેની માટે પાસપોર્ટ જરૂરી હોય છે.પાસપોર્ટ તે દેશની સરકાર દ્વારા તેના નાગરિકોને જારી કરાયેલ એક અધિકૃત દસ્તાવેજ છેય જે લોકોને એક દેશની બીજા દેશમાં વિવિધ વિદેશી દેશોમાં મુસાફરી કરવા માટે અધિકૃત કરે છે. ઓળખની ચકાસણી, નાગરિકતાનો પુરાવો, વિદેશમાં સુરક્ષાનો અધિકાર અને તેમના ફરીથી દાખલ કરવાના અધિકારને પ્રમાણિત કરે છે.
આ રીતે કરો પાસપોર્ટ માટે એપ્લાય
હાલના સમયમાં પાસપોર્ટ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ડિજિટાઈઝેશનના સમયમાં હવે તમે ભારતીય પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. હવે તમે ઘરે બેઠા કેટલાક સરળ સ્ટેપની મદદથી પાસપોર્ટ માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. જાણો તેના વિશે
પાસપોર્ટ માટે કરો ઓનલાઈન એપ્લાય
1.પાસપોર્ટ સેવા કેન્દ્ર ઓનલાઈન પોર્ટલ પર જાઓ.
2.નવા વપરાશકર્તા નોંધણી પર ટેપ કરો.
3.વિગતો ભર્યા પછી રજીસ્ટર પર ક્લિક કરો.
4.હવે ફરી લોગીન કરો.
5."Apply for New Passport/Reissue of Passport" લિંક પર ક્લિક કરો.
6.ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને સબમિટ કરો.
7. એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે "સેવ્ડ/સબમિટ કરેલી એપ્લિકેશન્સ જુઓ" સ્ક્રીન પરની "પે એન્ડ શેડ્યૂલ એપોઇન્ટમેન્ટ" લિંક પર ક્લિક કરો.
8.પછી એપ્લિકેશન રેફરન્સ નંબર (ARN) / એપોઇન્ટમેન્ટ નંબર ધરાવતી અરજીની રસીદ છાપવા માટે "પ્રિન્ટ એપ્લિકેશન રસીદ" લિંક પર જાઓ
9. પાસપોર્ટ ઓફિસની મુલાકાત લેતી વખતે એપોઇન્ટમેન્ટની વિગતો સાથેનો SMS પણ એપોઇન્ટમેન્ટના પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે.
10. અંતમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) / પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસ (RPO) ની મુલાકાત લો જ્યાં અસલ દસ્તાવેજો સાથે ભૌતિક ચકાસણી માટે એપોઇન્ટમેન્ટ બુક કરવામાં આવે છે.
આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ અને સરનામું બદલવા મળે છે આટલી જ વાર મોકો? ભૂલો ના કરતા
અદાણી ગ્રુપે સમય પહેલા જ ચૂકતે કર્યું 7300 કરોડનું દેવું, પછડાટ બાદ જબરદસ્ત વાપસી
તમે પણ બની શકો છો કરોડો રૂપિયાના માલિક, આ સરળ રીતો તમને બનાવશે માલામાલ
ઓનલાઈન પેમેન્ટ ફરજિયાત
તમામ PSKs/POPSKs/PO પર એપોઈન્ટમેન્ટ બુક કરવા માટે ઓનલાઈન ચુકવણી ફરજિયાત કરવામાં આવી છે. ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ (માસ્ટરકાર્ડ અને વિઝા), ઈન્ટરનેટ બેંકિંગ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) એસોસિયેટ બેંકો અને અન્ય બેંકો), અને એસબીઆઈ બેંક ચલણ દ્વારા ચુકવણી કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube