નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) એ પોતાના ગ્રાહકોને એક ખાસ એસએમએસ મોકલી રહી છે. બેંકે મેસેજમાં એટીએમ કાર્ડને લઇને જાણકારી આપી છે. જો કોઇ ગ્રાહક 28 નવેમ્બર સુધી પોતાનું એટીએમ નહી બદલાવે તો તેનું એટીએમ કાર્ડ (ડેબિટ કાર્ડ) બ્લોક કરી દેવામાં આવશે. તમને જણાવી દઇએ કે બેંક ગ્રાહકોને સારી સર્વિસ અને તેમના પૈસાની સુરક્ષા માટે આ પગલું ભરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંકે મોકલ્યો ખાસ એસએમએસ
બેંકનું કહેવું છે કે 28 નવેમ્બર 2018થી એસબીઆઇ મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિડટ કાર્ડ બ્લોક થઇ જશે. તમારા સરનામા પર મોકલવામાં આવેલા ઇએમવી કાર્ડ ટૂંક સમયમાં એક્ટિવ કરવામાં આવશે. બેંકનું કહેવું છે કે આમ આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ થઇ રહ્યું છે. તમને જણાવી દઇએ કે જૂના કાર્ડ મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ કાર્ડ છે. તેના બદલામાં નવા જમાનાના ચિપવાળા ઇએમવી કાર્ડ આપી રહી છે. બેંકના બધા ગ્રાહકોને 31 ડિસેમ્બર સુધી બદલવાની ડેડલાઇન આપવામાં આવી છે. 


જો તમારી પાસે પણ તમારા જૂના મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ કાર્ડ છે તો તાત્કાલિક બદલી દો કારણ કે જૂના કાર્ડ બંધ થઇ રહ્યા છે. તેના બદલામાં ગ્રાહકોને ઇએમવી ચિપવાળા ડેબિટ કાર્ડ લેવાનું રહેશે. તેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2018 છે. તમને જણાવી દઇએ કે જો તમે આમ ન કર્યું તો તમે તમારા જૂના એટીએમ દ્વારા કોઇપણ કામ કરી શકશો નહી, કારણ કે બેંકોના એટીએમ મશીનો તમારા કાર્ડને સ્વિકારશે નહી.


બેંક દ્વારા ટ્વિટર પર આપવામાં આવેલી જાણકારી અનુસાર જૂના  ATM કાર્ડ બદલીને તેની જગ્યાએ EVM ચિપવાળા ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરવા જઇ રહી છે. નવા કાર્ડ માટે તમે ઓનલાઇન બેકિંગ વડે એપ્લાય કરી શકો છો. આ ઉપરાંત બેંકની બ્રાંચમાં જઇને પણ એપ્લાઇ કરવું પડશે. તમને જણાવી દઇએ કે ફેબ્રુઆરી 2017થી જૂના કાર્ડ બંધ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2018થી તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી રહ્યા છે. બેંકે પોતાની વેબસાઇટ પર આ અંગે જાણકારી આપી છે.- https://bank.sbi/portal/web/personal-banking/magstripe-debit-cardholders 


માટે બંધ થઇ રહ્યા છે જૂના કાર્ડ:
જૂના ATM અને ડેબિટ કાર્ડની પાછળની તરફ એક કાળી પટ્ટી જોવા મળે છે. આ કાળી પટ્ટી મેગ્નેટિક સ્ટ્રિપ છે, જેમાં તમારા ખાતાની પુરી જાણકારી હોય છે. ATM માં તેને નાખ્યા બાદ પીન નંબર નાખતાં જ તમે તમારા ખાતામાંથી પૈસા કાઢી શકો છો. ખરીદી કરતી વખતે આ કાર્ડ્સને સ્વાઇપ કરવામાં આવે છે. 


મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ નથી સુરક્ષિત:
રિઝર્વ બેંકના અનુસાર, મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ હવે જૂની ટેક્નોલોજી થઇ ચૂકી છે. આવા કાર્ડ બનાવવાનું બંધ થઇ ગયું છે, કારણ કે આ કાર્ડ સંપૂર્ણપણે સુરક્ષિત નથી, જેના લીધે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. હવે તેની જગ્યાએ EMV ચિપ કાર્ડને તૈયાર કરવામાં આવ્યા છે. બધા જૂના કાર્ડને નવી ચિપ કાર્ડ સાથે બદલવામાં આવશે. 


વધુ સુરક્ષિત છે નવા EMV ચિપવાળા કાર્ડ:
EMV ચિપવાળા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ પર એક નાની ચિપ લાગેલી હશે, જેમાં તમારા ખાતાની પુરી જાણકારી હોય છે. આ જાણકારી ઇનક્રિપ્ટેડ હોય છે, જેથી તેના ડેટાની ચોરી ન કરી શકે. EMV ચિપ કાર્ડમાં ટ્રાંજેક્શન દરમિયાન યૂજરને ખરાઇ માટે એક યૂનિક ટ્રાંજેક્શન કોર્ડ જનરેટ થાય છે, જે વેરીફિકેશનને સપોર્ટ કરે છે જ્યારે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડમાં આવું હોતું નથી.