નવી દિલ્હી : અર્થવ્યવસ્થા મુદ્દે તમામ આશંકાઓ વચ્ચે નાણામંત્રી અરૂણ જેટલીએ ભરોસો વ્યક્ત કર્યો છે કે ભારત આશાથી વધીને વિકાસદર પ્રાપ્ત કરશે. તેમણે અર્થવ્યવસ્થા મુદ્દે વડાપ્રધાન મોદી દ્વારા સમીક્ષા બેઠક કર્યા બાદ આ માહિતી આપી.નાણામંત્રીએ કહ્યું કે, સરકારને આ વાતનો સંપુર્ણ વિશ્વાસ છે કે રાજકોષીય નુકસાનના લક્ષ્યને પ્રાપ્ત કરી લેવાશે. તેમણે ક્હ્યું કે, 3.3 ટકાના રાજકોષીય નુકસાનનાં લક્ષ્યાંકને કડકાઇ સાથે લાગુ કરવામાં આવશે અને સરકારને વિશ્વાસ છે કે લક્ષ્યાંક પ્રાપ્ત થશે.
 
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ નાણામંત્રાલયના અલગ અલગ વિભાગોની સાથે અર્થવ્યવસ્થાની પરિસ્થિતી અંગે માહિતી મેળવી. બેઠક બાદ નાણામંત્રીએ કહ્યું કે વડાપ્રધાન અર્થવ્યવસ્થાની સ્થિતીથી સંતુષ્ટ છે અને સરકાર દેશનાં વિકાસદર તથા કર સંગ્રહ મુદ્દે આશાવાદી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિયંત્રણમાં છે મોંઘવારી
આ સાથે જ અરૂણ જેટલીએ કહ્યું કે, જ્યાં સુધી મુડીના વ્યયની વાત છે સરકાર પહેલા જ 31 ઓગષ્ટ સુધીમાં બજેટમાં આપાયેલા વ્યયનો 44 ટકા ખર્ચ કરી ચુક્યા છે અને અમે વર્ષાંત સુધીમાં કોઇ પણ પ્રકારના ઘટાડાનો સંપુર્ણ ખર્ચ કરી લઇશું. તેમણે કહ્યું કે, 100 ટકા મુડીગત વ્યયને પ્રાપ્ત કરશે. 

નાણામંત્રીએ કહ્યું કે, સરકારને સંપુર્ણ વિશ્વાસ છે કે આ વર્ષે બજેટમાં વિકાસ દરનું જે અનુમાન વ્યક્ત કરાઇ રહ્યું હતું. દેશનો વિકાસદર તેનાથી પણ વધારે થશે. તેમણે આ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે મોંઘવારી સંપુર્ણ કાબુમાં છે. 

જીએસટી અને અપ્રત્યક્ષ કરો અંગે તેમણે કહ્યું કે, વેચાણમાં જે પ્રકારે ઝડપ આવી રહી છે. તેમની અસર આગામી મહીનાઓમાં જીએસટી સંગ્રહ પર હશે અને સરકારને વિશ્વાસનાં જ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરને લક્ષ્યાંક પ્રાપ્ત કરી લેશે. તેમણે કહ્યું કે, સરકારને સંપુર્ણ વિશ્વાસ છે કે લક્ષ્યાંકને પ્રાપ્ત કરી લેવામાં આવશે.