ભાજપની પ્રચંડ જીતથી ભાગશે બજાર! કેવી થશે શરૂઆત, જાણો એક્સપર્ટે આપ્યા તમામ જવાબ
આ વિધાનસભા ચૂંટણીને શેર બજાર એક મોટી ઈવેન્ટ તરીકે જોઈ રહ્યું છે. એક્સપર્ટનું માનવું છે કે હવે પરિણામમાં ભાજપને બહુમત મળવાથી માર્કેટ પર તેની સકારાત્મક અસર જોવા મળી શકે છે.
Assembly Election Result 2023: મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણા વિધાનસભા ચૂંટણીના પરિણામની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે બહુમતી મેળવી લીધી છે. હવે સવાલ છે કે ભાજપને મળેલી પ્રચંડ જીત પર ભારતીય શેર બજારમાં કાલે શું જોવા મળશે. તે વાતની સંભાવના છે કે માર્કેટમાં તેજીનું વલણ યથાવત રહેશે.
સામાન્ય રીતે મોટી અને સકારાત્મક ઘટનાઓની અસર શેરબજાર પર પડે છે. શેરબજાર વિધાનસભા ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યું હોવાની ચર્ચા કેટલાક દિવસોથી થઈ રહી છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે આવતીકાલે આ ચૂંટણીના પરિણામોની બજાર પર શું અસર પડશે?
આવતીકાલે બજાર ક્યાં ખુલશે?
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગૌરાંગ શાહે જણાવ્યું હતું કે, “શેરબજાર પહેલાથી જ વિધાનસભાની ચૂંટણીના આ સંભવિત પરિણામોથી વાકેફ હતું, પરંતુ હવે જ્યારે પરિણામો આવી ગયા છે અને છત્તીસગઢમાં પણ ભાજપની જીત થાય તેમ લાગે છે, બજાર અમે આ પરિણામોને બંને હાથે આવકારશે, તેથી સોમવારે બજારો સારા લાભ સાથે ખુલી શકે છે. "હવે, આ વિધાનસભા ચૂંટણીઓના પરિણામો સાથે, રોકાણકારોને 2024 માં યોજાનારી લોકસભાની ચૂંટણી અને PM મોદીની વાપસી વિશે વિશ્વાસ જણાય છે."
આ પણ વાંચોઃ ખુલતા પહેલા 100 રૂપિયાનો ફાયદો! ડિસેમ્બરથી આ IPO પર દાવ લગાવી શકશે ઈન્વેસ્ટર
આ સેક્ટર્સમાં રોકાણની તક
ગૌરાંગ શાહે કહ્યુ કે આવનારા દિવસોમાં ઈન્વેસ્ટરોએ સરકારી કંપનીઓ, રક્ષા ક્ષેત્ર, ઉર્જા ઉત્પાદન, સીમેન્ટ-મેટલ, નિર્માણ કાર્ય જેવા સેક્ટરમાં તક શોધવી જોઈએ. કારણ કે દેશમાં ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ પર સતત કામ ચાલી રહ્યું છે અને સામાન્ય ચૂંટણી પહેલા તેને વધુ ગતિ મળશે તેથી ઇન્ફ્રા સેક્ટર્સ સાથે જોડાયેલી કંપનીઓમાં સારી તેજી જોવા મળી શકે છે.
લાઇવ મિન્ટના અહેવાલ મુજબ, સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના ટેકનિકલ એનાલિસ્ટ પ્રવેશ ગૌરે જણાવ્યું હતું કે, “આ વિધાનસભા ચૂંટણીઓ 2024ની ચૂંટણી પહેલા સેમિફાઇનલ તરીકે ગણવામાં આવી રહી છે, તેથી સકારાત્મક પરિણામો અને સ્થિર રાજકીય વાતાવરણ રોકાણકારોનો વિશ્વાસ વધારી શકે છે અને આનાથી તેનાથી માર્કેટને ઉપર જવામાં મદદ મળશે.
એમકે ગ્લોબલ સિક્યોરિટીઝે કહ્યું કે ભાજપની જીત એ સર્વસંમતિને મજબૂત બનાવે છે કે પાર્ટી 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે ફ્રન્ટ ફૂટ પર છે. તેનાથી બજારના વિકાસને વધુ વેગ મળવાની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube