એસ્ટન માર્ટિને લોન્ચ કરી સૌથી સસ્તી લક્ઝરી કાર, કિંમત છે માત્ર રૂ.2.95 કરોડ
બ્રિટનની ઓટોમોબાઈલ કંપની એસ્ટન માર્ટીને ભારતમાં પોતાની સૌથી સસ્તી લક્ઝરી કાર વેન્ટેજ લોન્ચ કરી છે
નવી દિલ્હીઃ બ્રિટનની ઓટોમોબાઈલ કંપની એસ્ટન માર્ટિને ભારતમાં પોતાની સૌથી સસ્તી લક્ઝરી કાર 'વેન્ટેજ' લોન્ચ કરી છે. એસન્ટન માર્ટિનની આ વેન્ટેજ કાર માત્ર 3.5 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે. કંપનીએ આ લક્ઝરી કારનું બુકિંગ શરૂ કરી દીધું છે. જોકે, તેની ડિલિવરી શરૂ થવામાં બેથી ચાર મહિનાનો સમય લાગી શકે છે.
અગાઉની વેન્ટેજની સરખામણીએ વધુ હલકી અને શક્તીશાળી છે આ કાર
એન્ટન માર્ટિને નવી વેન્ટેજ કારને અગાઉ લોન્ચ કરેલી કારની સરખામણીમાં વધુ હલકી અને શક્તિશાળી બનાવી છે. તેની ડિઝાઈનની વાત કરીએ તો તે લેંગ્વેજ વલ્કન સુપરકાર અને ડીબી11થી પ્રભાવિત જોવા મળે છે. જોકે, આ કારને કંપનીએ તદ્દન નવા જ પ્લેટફોર્મ પર તૈયાર કરી છે અને તેમાં રિયર સબફ્રેમ પણ આપવામાં આવી છે. તેનું ગ્રાન્ડ ક્લિયરન્સ 122mm અને વજન 1,530 કિગ્રા છે.
ઈન્ટિયર એવું શાનદાર કે જોતાં જ રહી જશો દંગ
એસ્ટન માર્ટિનની નવી જનરેશન વેન્ટેજની કેબિનમાં હવે અગાઉ કરતાં વધુ સ્પેસ આપવામાં આવી છે. નવા સેન્ટ્રલ કન્સોલને અર્ગોનોમિકલી ડિઝાઈન કરાયો છે, જેથી તમામ બટન હાથની એકદમ નજીક રહે છે.
ત્રણ ડ્રાઈવિંગ મોડ
નવી વેન્ટેજ કારમાં ડ્રાઈવિંગ માટે ત્રણ મોડ આપવામાં આવ્યા છે - સ્પોર્ટ, સ્પોર્ટ પ્લસ અને ટ્રેક ઓન્લી. તેમાં AMGનું 4.0 લીટર ટ્વીન ટર્બો V8 એન્જિન આપવામાં આવ્યું છે, જે 503 BHP પાવર અને 685 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે.
ઝડપ અને કિંમત ઉડાવશે હોશ
એસ્ટન માર્ટિનની આ નવી કારની ઝડપ તમારી કલ્પનામાં પણ ન આવે એવી છે. આ કાર માત્ર 3.5 સેકન્ડમાં શૂન્યથી 100 કિમીની ઝડપ પકડી લે છે અને તેની ટોપ સ્પીડ 315 કિમી પ્રતિ કલાક છે. એસ્ટન માર્ટિનની આ સૌથી સસ્તી કાર માટે તમારે માત્ર રૂ.2.95 કરોડ ચૂકવવાના રહેશે.