Unemployment allowance: બેરોજગારો માટે સરકાર બેરોજગારી ભથ્થું આપે છે. નોકરી છૂટી જાય તો તેનો ફાયદો લઈ શકાય છે. આ માટે સરકારે એક યોજના શરૂ કરી છે. અત્યાર સુધીમાં આ યોજના સાથે જોડાઈને 50 હજારથી વધુ લોકોએ લાભ લીધો છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) આ યોજના ચલાવે છે. હાલમાં જ કોરોના મહામારીને જોતા આ યોજનાને 30 જૂન 2022 સુધી આગળ વધારવામાં આવી છે. આ પહેલા યોજનાની સમય મર્યાદા 30 જૂન 2021 સુધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ છે આ યોજના?
અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના (Atal Beemit Vyakti Kalyan Yojana) હેઠળ નોકરી છૂટી જવાની સ્થિતિમાં બેરોજગાર લોકોને ગુજરાન ચલાવવા માટે ભથ્થું આપવામાં આવે છે. બેરોજગાર વ્યક્તિ 3 મહિના માટે આ ભથ્થાનો ફાયદો ઉઠાવી શકે છે. 3 મહિના માટે તે સરેરાશ પગારના 50 ટકા ક્લેમ કરી શકે છે. બેરોજગાર થવાના 30 દિવસ બાદ આ યોજના સાથે જોડાઈને ક્લેમ કરી શકાય છે. 


કેવી રીતે ઉઠાવી શશો આ યોજનાનો લાભ?
આ યોજનાનો લાભ ઉઠાવવા માટે ESIC સાથે જોડાયેલા કર્મચારી ESIC ની કોઈ પણ શાખામાં જઈને તેના માટે અરજી કરી શકે છે. ત્યારબાદ ESIC થી અરજીની પુષ્ટિ કરાય છે  અને તે યોગ્ય ઠરે તો સંબધિત કર્મચારીના ખાતામાં રકમ જમા કરવામાં આવે છે. 


Reliance Jio નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, મળશે અનલિમિટેડ કોલ, ડેઈલી આટલો ડેટા અને આ ઢગલો સુવિધા


કોણ લઈ શકે છે યોજનાનો લાભ?
ખાનગી ક્ષેત્ર (અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટર) માં નોકરી કરતા લોકોની કંપની દર મહિને  PF/ESI સેલરીમાંથી કાપી લે છે. આવા નોકરીયાત લોકો બેરોજગાર બને તો આ યોજનાનો ફાયદો લઈ શકે છે. ESI નો ફાયદો ખાનગી કંપનીઓ, ફેક્ટરીઓ, અને કારખાનામાં કામ કરતા કર્મચારીઓને મળે છે. આ માટે ESI કાર્ડ બને છે. કર્મચારી આ કાર્ડ કે પછી કંપનીથી લાવવામાં આવેલા દસ્તાવેજના આધારે યોજનાનો ફાયદો લઈ શકે છે. ESI નો લાભ એવા કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે જેમની માસિક આવક 21 હજાર રૂપિયા કે તેના કરતા ઓછી છે. જો કે દિવ્યાંગજનોના કેસમાં આ આવક મર્યાદા 25 હજાર રૂપિયા છે. યોજનાનો ફાયદો ઉઠાવવા માટે તમારા ફાળાની અવધિ ઓછામાં ઓછા 78 દિવસની હોવી જોઈએ. જો કે આ યોજનાનો ફાયદો તમને ત્યારે જ મળી શકે જ્યારે 3 મહિના સુધી કોઈ બેરોજગાર રહે. અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનો ફાયદો કોઈ પણ બેરોજગાર જીવનમાં એકવાર જ લઈ શકે છે. 


PM Mandhan Scheme: આ યોજનામાં દરરોજ 2 રૂપિયા જમા કરશો તો મળશે 36,000 રૂપિયા જેટલું પેન્શન


કેવી રીતે કરાવશો યોજના માટે રજિસ્ટ્રેશન?
- યોજનાનો લાભ લેવા માટે ESIC ની વેબસાઈટ પર અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરો. 
- https://www.esic.nic.in/attachments/circularfile/93e904d2e3084d65fdf7793e9098d125.pdf
- ફોર્મ ભરીને કર્મચારી રાજ્ય વીમા નિગમ  (ESIC) ની નજીકની બ્રાન્ચમાં જઈને જમા કરાવવાનું રહેશે. 
- ફોર્મ સાથે 20  રૂપિયાનો નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર નોટરીનું એફિડેવિટ પણ લાગશે. 
- તેમાં AB-1 થી લઈને AB-4 ફોર્મ જમા કરાવવામાં આવશે. 
- ખોટા આચરણના કારણે નોકરી ગઈ હોય તો લાભ મળી શકશે નહીં. 
- જે લોકોને ખોટા આચરણના કારણે કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય તેમને આ યોજનાનો ફાયદો નહીં મળે અને આ ઉપરાંત અપરાધિક કેસ દાખલ થવા કે સ્વચ્છાથી રિટાયરમેન્ટ(VRS) લેનારા કર્મચારીઓ પણ યોજનાનો લાભ લઈ શકશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube