ATM કાર્ડ આજથી થઇ જશે બેકાર, આ કાર્ડ યુઝ કરનારા યૂઝર્સને પડશ અસર
આ કંપનીઓ ATM/ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ માટે ભારતમાં સેવા પૂરી પાડે છે. તે ઉપરાંત ફેસબુક, પેપાલ, અમેઝોન, માઇક્રોસોફ્ટ અને અન્ય વિદેશી પેમેન્ટ કંપનીઓથી ચુકવણી પર અસર પડશે.
નવી દિલ્હી: શું તમારી પાસે પણ બેન્કનું માસ્ટ કાર્ડ, અમેરિકન એક્સપ્રેસ, વીઝા કાર છે, તો થોડુ એક મિનિટ રોકાઇ જાઓ. આજે એટલે કે 15 ઓક્ટોબર 2018થી બધા કાર્ડ બંધ થઇ જશે. આ કંપનીઓ ATM/ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ માટે ભારતમાં સેવા પૂરી પાડે છે. તે ઉપરાંત ફેસબુક, પેપાલ, અમેઝોન, માઇક્રોસોફ્ટ અને અન્ય વિદેશી પેમેન્ટ કંપનીઓથી ચુકવણી પર અસર પડશે. આવું આ કંપનીઓ તરફથી આરબીઆઇની લોકલ ડાટા સ્ટોરેજની નીતીને સ્વિકારવાની ના પાડવાના કારણે થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ(RBI) આ કંપનીઓને 6 મહિનાનો સમય આપ્યો હતો, કેમકે તેઓ ભારતમાં જ ડાટા સ્ટોરેજનું સર્વર લગાવવામાં આવે તેમજ દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વીઝા, માસ્ટર કાર્ડ જેવી પેમેન્ટ કંપનીઓને ભારતમાં લોકલ ડાટા સ્ટોરેજના મુદ્દા પર હસ્તક્ષેપ કરવાની વાત કરી હતી. આ કંપનીઓએ કહ્યું હતું કે લોકોલ ડાટા સ્ટોરેજથી તેમનનો ખર્ચ ઘણો વિધી જશે અને તેઓ સરળતાથી આ પ્રક્રિયાનું પાલન કરી શકશે નહીં.
62 કંપનીઓએ નિયમનું પાલન કર્યુ
આરબીઆઇના નવા દિશા-નિર્દેશ અંતર્ગત દરેક પેમેન્ટ કંપનીનું પેમેન્ટ સિસ્ટમથી જોડાયેલા ડાટાને લોકલ સ્ટોરેજ કરવું અનિવાર્ય છે, જો 16 ઓક્ટોબરથી પ્રભાવી થઇ રહ્યું છે. ભારતમાં એવી 78 પેમેન્ટ કંપનીઓ કામ કરી રહી છે, જેમાંથી 62 કંપનીઓએ આરબીઆઇના દિશા-નિર્દેશને માન્ય રાખ્યું છે. જેમાં અમેઝોન, વ્હોટ્સએપ અને અલીબાબા જેવી ઇ-કોમર્સ કંપનીઓ પણ શામેલ છે.
વાંચવા માટે ક્લિક કરો: દિવાળી પહેલા જ ગિફટ: આ રાજ્યના કર્મચારીઓને મળશે 7માં પગાર પંચનો લાભ
આરબીઆઇએ વધુ સમય આપવાનું કર્યું નામંજૂર
જે 16 કંપનીઓએ નવા નિયમને માન્ય રાખ્યો નથી, તેમનું કહેવું છે કે ભારતમાં ડાટા સ્ટોરેજ સિસ્ટમથી માત્ર ખર્ચમાં વધારો નહીં ડાટાની સુરક્ષાને લઇને પણ સવાલો ઉભા થઇ શકે છે. તેમણે આરબીઆઇને આ સમયસીમાને વધારવા માટે ની માંગ કરી હતી. માટી અને વિદેશી પેમેન્ટ કંપનીઓએ નાણા મંત્રાલયને આ મામલામાં હસ્તક્ષેપ કરવાનું પણ કહ્યું હતું. આરબીઆઇએ સ્પષ્ટ પણે કહ્યું કે પેમેન્ટ કંપનીઓએ નવા દિશા-નેર્દેશને માનવા જ પડશે. આઆ કંપનીઓએ પહેલા જ 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.
વાંચવા માટે ક્લિક કરો: આવી રીતે મુસાફરોને ભાડામાં ફાયદો તથા વિશેષ સુવિધાઓ આપશે ભારતીય રેલવે
સરકારે બનાવી હતી સમિતિ
રિટાયર જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણ પર સરકારે ખાનગી ડાટા સુરક્ષા બિલમાં ડ્રાફ્ટ પર સૂચન માંગ્યા હતા. સૂચન દેવાની છેલ્લી તારીખ પહેલા 10 સપ્ટેમ્બર હતી, જેને વધારી 30 સપ્ટેમ્બર 2018 કરવામાં આવી હતી. ડાટા સુરક્ષા પર સમિતિએ પોતાની રિપોર્ટ જુલાઇ 2016માં કેન્દ્ર સરકારને સોંપી હતી.
વાંચવા માટે ક્લિક કરો: જબરદસ્ત માઈલેજ આપશે આ નવી સેન્ટ્રો કાર, માત્ર આટલા રૂપિયામાં કરાવી શકશો બુક
અર્થવ્યવસ્થા પર પડશે અસર
જોકે બ્રાડબેન્ડ ઇન્ડિયા ફોરમ (બીઆઇએફ)નું કહેવું છે કે ડાટા લોકલાઇજેશન અનિવાર્ય કરવાથી દેશના આર્થિક વિકાસ દર પર અસર પડી શકે છે. તેથી જ સરકારે ઉદારતા બતાવવી જોઈએ. બીઆઇએફના અનુસાર, ડાટા લોકલાઇઝેશનથી ખર્ચનો ભાર વધી જશે. જેનાથી અર્થવ્યવસ્થા પર અસર પડી શકે છે. વિચાર મંચે કહ્યું કે, બીઆઇએફ સરકારથી ડાટા સુરક્ષાના અંતિમ બિલમાં વધારે ઉદારતા દેખાડવા પર વિચાર કરવાની માંગ કરે છે.