August 1 changes: 1 ઓગસ્ટથી દેશમાં જોવા મળશે મોટા ફેરફાર, સીધી તમારા ખિસ્સા પર પડશે અસર, ખાસ જાણો
August month changes updates: આગામી મહિને પહેલી ઓગસ્ટથી તમને એવા અનેક ફેરફાર જોવા મળશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ ફેરફારો નાગરિકોના દૈનિક જીવન પર પ્રભાવ પાડી શકે છે. દર મહિને વિવિધ નિયમોમાં ફેરફાર થતા રહે છે અને આવામાં ઓગસ્ટમાં તમને જોવા મળી શકે છે.
August month changes updates: આગામી મહિને પહેલી ઓગસ્ટથી તમને એવા અનેક ફેરફાર જોવા મળશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ ફેરફારો નાગરિકોના દૈનિક જીવન પર પ્રભાવ પાડી શકે છે. દર મહિને વિવિધ નિયમોમાં ફેરફાર થતા રહે છે અને આવામાં ઓગસ્ટમાં તમને જોવા મળી શકે છે. આવા મહત્વના ફેરફારોમાં દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ઋણદાતા એચડીએફસી બેંક પોતાના ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર કરશે જ્યારે ગૂગલ ભારતમાં ગૂગલ મેપ્સ માટે પોતાના રેટ્સમાં અપડેટ કરશે.
આ આગામી ફેરફારો વિશે તમારે જાણવું ખુબ જરૂરી છે કારણ કે તે સીધા તમારા ખિસ્સાને પ્રભાવિત કરી શકે છે. જાણો આગામી મહિને કયા કયા ફેરફારો થઈ શકે છે.
LPG રેટના ફેરફાર
દર મહિને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય તે પહેલી તારીખથી લાગૂ થતા હોય છે. ગત મહિને 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો હતો. એવી અટકળો છે કે આ વખતે પણ સરાર તેના ભાવમાં ઘટાડો કરી શકે છે.
ગૂગલ મેપ્સ
1 ઓગસ્ટ 2024થી ભારતમાં ગૂગલ મેપ્સના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે. કંપનીએ જાહેરાત કરી છે કે તેણે ભારતમાં સેવા ફીમાં 70 ટકા સુધીનો ઘટાડો કર્યો છે અને હવે તે ડોલરની જગ્યાએ ભારતીય ચલણ રૂપિયામાં બિલ મોકલશે. ઉલ્લેખનીય છે કે આ ફેરફાર નિયમિત યૂઝર્સને પ્રભાવિત નહીં કરે કારણ કે તેમના પર કોઈ વધારાનો ચાર્જ લગાવવામાં નહીં આવે.
HDFC બેંક ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર
પહેલી ઓગસ્ટથી બેંકના જે ગ્રાહકો ભાડાની ચૂકવણી કરવા માટે CRED, Cheq, MobiKwik અને Freecharge જેવી સેવાઓનો ઉપયોગ કરે છે, તેમની પાસેથી લેવડદેવડ રકમના 1 ટકા ફી વસૂલવામાં આવશે. જે પ્રતિ લેવડદેવડ 3000 રૂપિયા સુધી સીમિત હશે. આ ઉપરાંત 15,000 રૂપિયાથી ઓછાના ઈંધણ લેવડદેવડ પર કોઈ વધારાની ફી ચૂકવવી નહીં પડે પરંતુ 15,000 રૂપિયાથી વધારાની લેવડદેવડ પર 1 ટકા ફી લાગશે જે પ્રતિ લેવડદેવડ 3000 રૂપિયા સુધી સીમિત હશે.