1 રૂપિયાના શેરે 5 વર્ષમાં આપ્યું 44000% રિટર્ન...એક લાખનું રોકાણ કરનાર બન્યા 4.43 કરોડના માલિક!
આજે અમે તમને એક એવા એક રૂપિયાવાળા સ્ટોક વિશે જણાવીશું 5 વર્ષમાં એક રૂપિયાવાળો શેર 500 રૂપિયાને પાર ગયો છે
શેર બજારમાં ક્યારે કયો દાંવ સટીકલાગી જાય તે કહી શકાય નહીં. પરંતુ એ સાચુ છે કે 90 ટકાથી વધુ લોકો પેની સ્ટોકમાં પૈસા લગાવીને ફસાતા પણ હોય છે. જો કે તેમાંથી કેટલાક લોકો ધૂંઆધાર કમાણી પણ કરતા હોય છે. જો કે રિટેલ રોકાણકારોએ હંમેશા પેની સ્ટોકથી અંતર જાળવવું જોઈએ. જો પૈસા લગાવવા પણ હોય તો પોર્ટફોલિયોમાં ફક્ત 5 ટકા ભાગ પૈની સ્ટોકનો રાખવો જોઈએ.
આ કડીમાં આજે અમે તમને એક એવા એક રૂપિયાવાળા સ્ટોક વિશે જણાવીશું 5 વર્ષમાં એક રૂપિયાવાળો શેર 500 રૂપિયાને પાર ગયો છે. અમે અહીં સ્મોલકેપ કંપની ઓથમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Authum Investment Share) ની વાત કરી રહ્યા છીએ.
એક રૂપિયાવાળો શેર 550ને પાર
છેલ્લા 5 વર્ષમાં ઓથમ ઈન્વેસ્ટમેન્ટના શેર 1 રૂપિયાથી વધીને 550 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ દરમિયાન ઓથમ ઈન્વેસ્ટમેન્ટના શેરોમાં 44000 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. ઓથમ ઈન્વેસ્ટમેન્ટના શેર મંગળવારે 16.29 ટકાની તેજી સાથે 561.20 રૂપિયા પર બંધ થયો. હવે શેર પોતાના 52 વીક હાઈની એકદમ નજીક છે.
નોન બેંકિંગ ફાઈનાન્સ કંપની ઓથમ ઈન્વેસ્ટમેન્ટના શેર 7 ડિસેમ્બર 2018ના રોજ 1.27 રૂપિયા પર હતા. જે 3 ઓક્ટોબર 2023ના રોજ 561.20 રૂપિયા થયા. જો કોઈ રોકાણકારે 7 ડિસેમ્બર 2018ના રોજ ઓથમ ઈન્વેસ્ટમેન્ટના શેરોમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત તો હાલના સમયમાં તેના શેરોની વેલ્યુ 4.43 કરોડ રૂપિયા હોત.
6 મહિનામાં 186 ટકા ચડ્યા શેર
ઓથમ ઈન્વેસ્ટમેન્ટના શેર છેલ્લા 6 મહિનામાં 186 ટકા ચડ્યા છે. છેલ્લા એક વર્ષમાં શેર 126 ટકા રિટર્ન આપ્યું છે. ઓથમ ઈન્વેસ્ટમેન્ટના શેરોનું 52 હાઈ 580 રૂપિયા છે. જ્યારે કંપનીના શેરોનું 52 અઠવાડિયા લો 154.50 રૂપિયા છે.
(ખાસ નોંધ- શેર બજારમાં રોકાણ પહેલા નાણાકીય સલાહકારની મદદ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube