રોકેટ બની ગયો NBFC નો શેર, 2 રૂપિયાથી પહોંચ્યો 480ને પાર, 23000% નો વધારો
ઓથમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર શુક્રવારે 20 ટકાની તેજીની સાથે 482.60 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરમાં 5 વર્ષમાં ગજબની તેજી આવી છે અને તેના શેર 23000 ટકાથી વધુ વધી ગયા છે.
નવી દિલ્હીઃ નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપની (NBFC) ઓથમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર રોકેટ બની ગયા છે. કંપનીના શેર શુક્રવારે 20 ટકાની તેજીની સાથે 482.60 રૂપિયા પર પહોંચી ગયા છે. ઓથમ ઈન્વેસ્ટમેન્ટના શેરમાં ગુરૂવારે ઘટાડો થયો હતો અને કંપનીના શેર 402.20 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના સ્ટોકમાં છેલ્લા પાંચ વર્ષમાં ગજબની તેજી આવી છે અને તેના શેર 23000 ટકાથી વધુ વધી ગયા છે.
2 રૂપિયાથી 480ને પાર પહોંચ્યો કંપનીનો શેર
ઓથમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 5 ઓક્ટોબર 2018ના 2.04 રૂપિયા પર હતા. કંપનીના શેર 29 સપ્ટેમ્બર 2023ના 482.60 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના સ્ટોકે છેલ્લા પાંચ વર્ષમાં 23557 ટકાની તેજી આવી છે. જો કોઈ ઈન્વેસ્ટરે 5 વર્ષ પહેલા ઓથમ ઈન્વેસ્ટમેન્ટના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને કંપનીના શેર આજ સુધી સાચવી રાખ્યા હોત તો આ શેરની વેલ્યૂ 2.36 કરોડ રૂપિયા હોત.
આ પણ વાંચોઃ સોનામાં ધરખમ ઘટાડો અને ચાંદીમાં મોટો ઉછાળો...ખાસ જાણો આજે શું છે ભાવ
18 લિસ્ટેડ કંપનીઓએ લગાવી રાખ્યા છે 2800 કરોડથી વધુ રૂપિયા
30 જૂન 2023 સુધીની શેરહોલ્ડિંગ પ્રમાણે ઓથમ ઈન્વેસ્ટમેન્ટે 18 લિસ્ટેડ કંપનીઓમાં પૈસા લગાવી રાખ્યા છે. કંપનીના ઈન્વેસ્ટમેન્ટની વર્તમાન વેલ્યૂ 2816 કરોડ રૂપિયાની નજીક છે. આ વાત ટ્રેડલાઇનના ડેટામાં કહેવામાં આવી છે. ઓથમ ઈન્વેસ્ટમેન્ટની ભારત વાયર રોપ્સમાં 14.23 ટકા ભાગીદારી છે, જેની વેલ્યૂ 261 કરોડ રૂપિયા છે.
તો નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની વેલસ્પન એન્ટરપ્રાઇઝમાં 3.06 ટકા ભાગીદારી છે, જેની વેલ્યૂ 119.7 કરોડ રૂપિયા છે. ઓથમ ઈન્વેસ્ટમેન્ટની જેએસડબ્લ્યૂ એનર્જીમાં 2.01 ટકા ભાગીદારી છે, જેની કરન્ટ વેલ્યૂ 1417.8 કરોડ રૂપિયા છે. વેલસ્પન કોર્પમાં ઓથમ ઈન્વેસ્ટમેન્ટની 4.43 ટકા ભાગીદારી છે, જેની વેલ્યૂ 455.4 કરોડ રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે