Auto Expo 2023: ઓટો એક્સ્પો 2023ની શરૂઆત દમદાર લોન્ચ ઈવેન્ટ્સ સાથે થઈ છે. મારુતિ બાદ હવે પેસેન્જર વ્હીકલમાં ધાક ધરાવતી Hyundai એ પણ પોતાની ઈલેક્ટ્રિક IONIQ5 લોન્ચ કરી દીધી છે. કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાને હુન્ડઈની આ બીજી દમદાર ઈલેક્ટ્રિક કાર પરથી પડદો ઉઠાવ્યો. કંપનીએ પોતાના પહેલા 500 ગ્રાહકો માટે  Ioniq 5 ક્રોસ ઓવરની કિંમત 44.95 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) રાખી છે. કંપનીએ આ કાર માટે બુકિંગ પહેલેથી શરૂ કરી દીધુ હતું. તેને તમે એક લાખ રૂપિયામાં બૂક કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hyundai Ioniq 5 ની સૌથી મોટી ખાસિયત એ છે કે તે એકવાર ફૂલ ચાર્જમાં 631 કિમીની રેન્જ આપે છે. જે ARAI સર્ટિફાઈડ છે. વર્ષ 2022માં Ioniq 5 એ વર્લ્ડ ડિઝાઈન ઓફ ધ યર, વર્લ્ડ ઈલેક્ટ્રિક કાર ઓફ ધ યર, અને 2022 વર્લ્ડ કાર ઓફ ધ યર એવોર્ડ જીત્યા હતા. 


Hyundai Ioniq 5 ની એક્સટેરિયર ડિઝાઈનની ડીટેલ્સ
Ioniq 5 ના રેટ્રો લુકમાં શાર્પ લાઈન્સ, ફ્લેટ સરફેસ અને SUV-ish સ્ટાન્સ છે તેમની સાથે કારમાં હાઈ રેક્ડ વિન્ડસ્ક્રીન પણ છે. હેડલાઈટ્સ અને ટેલ રાઈટ્સની યુનિક પિક્સેલેટેડ લુક છે અને 20 ઈંચના એરો ઓપ્ટિમાઈઝ્ડ વ્હીલ્સમાં ટરબાઈન જેવી ડિઝાઈન છે. Hyundai Ioniq 5 ને ત્રણ પેઈન્ટ શેડ- ગ્રેવિટી ગોલ્ડ મેટ, ઓપ્ટિક વ્હાઈટ અને મિડનાઈટ બ્લેક પર્લમાં રજૂ કરશે. અત્રે જણાવવાનું કે Hyundai Ioniq 5 ના વ્હીલ્સ 20 ઈંચના છે. આ સાથે જ 7.6 સેકન્ડમાં આ કાર 0-100 કિમી સ્પીડ મેળવી શકે છે. 



Hyundai Ioniq 5: ઈન્ટીરિયર અને ઈક્વિપમેન્ટ્સ
Ioniq 5 ના ઈન્ટીરિયરમાં ફ્લેટ ફ્લોર, ફ્લેક્સિબલ સીટ્સ, અને મૂવેબલ સેન્ટર કંસોલ છે. હુન્ડઈએ ઈન્ટીરિયર માટે રિસાઈકલેબલ પ્લાસ્ટિક અને એનવાયરમેન્ટ ફ્રેન્ડલી ચામડાથી બનેલા ફેબ્રિકનો ઉપયોગ કર્યો છે. ઈક્વિપમેન્ટ્સની વાત કરીએ તો  Ioniq 5 માં ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ટચસ્ક્રીન માટે 12.3 ઈંચની સ્ક્રીન છે. ADAS ટેક્નોલોજી સાથે હેડ અપ ડિસ્પ્લે છે. આ સાથે જ તેમા 3.6 KW ના આઉટપુરવાળું વ્હીકલ ટુ લોડ ફંક્શન મળે છે. જે લેપટોપ અને મોબાઈલ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોને પાવર-અપ કરી શકે છે. આ ફંક્શનનો ઉપયોગ બે પાર્ટ્સ દ્વારા થઈ શકે છે. એક પાછળની સીટોની નીચે અને બીજુ કારની બહાર. ચાર્જિંગ પોર્ટ પાસે છે. 


હુંડાઈ Ioniq 5: પાવર ટ્રેન ડીટેલ્સ
હુંડાઈ Ioniq 5 માં 72.6kWh ની બેટરી છે. જે એકવાર ચાર્જ કરવા પર 6321 કીમી ની ARAI- સર્ટિફાઈડ રેન્જ આપશે.  Ioniq 5 ફક્ત રિયર વ્હીકલ ડ્રાઈવ કન્ફ્યુગરેશનમાં ઉપલબ્ધ છે. તેની ઈલેક્ટ્રિક મોટર 217 hp અને 350 Nm નો ટાર્ક પેદા કરે છે. Ioniq 5 સુપરફાસ્ટ 800v ચાર્જિંગ સપોર્ટ કરવામાં પણ સક્ષમ છે. જે ફક્ત 18 મિનિટમાં બેટરીને 10 ટકાથી 80 ટકા સુધી ચાર્જ કરી શકે છે. 



Hyundai Ioniq 5: Kia EV6 કરતા સસ્તી
Ioniq 5 ભારતમાં અસેમ્બલ કરાય છે તેના કસન મોડલ Kia EV6 ની જેવું નથી જે પૂરેપૂરી અસેમ્બલ થઈને ભારતમાં ઈમ્પોર્ટ કરાય છે. કમ્પલીટલી બિલ્ટ અપ યુનિટ (CBU) અને કમ્પ્લીટલી નોક્ડ ડાઉન (CKD) વચ્ચે સીમા શુલ્કમાં અંતરના કારણે તેની કિંમત EV6 કરતા ઓછી છે. 


ઓટો એક્સ્પો 2023માં હુન્ડાઈ વધુ શું દેખાડશે
Ioniq 5ના લોન્ચ ઉપરાંત હુન્ડાઈએ  Ioniq 6 EV સેડાન અને Nexo ઈંધણ સેલ ઈલેક્ટ્રિક વાહન (FCEV)નું પણ પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત હુન્ડાઈએ પોતાની કનેક્ટેડ કાર ટેક્નોલોજી, ADAS ટેક્નોલોજી અને ભવિષ્યની ગતિશિલતા સેવાઓને પણ રજૂ કરી છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube