ઓટો સેક્ટરમાં વધુ મંદીની સંભાવના, લાખો લોકો પર રોજગારનું સંકટ
ઓટો ઉદ્યોગના વેચાણમાં ઘટાડો ઘણું મહત્વ ધરાવે છે, કારણ કે દેશના મેન્ચુફેક્ચરિંગ સેક્ટરના જીડીપીમાં તેનું યોગદાન લગભગ અડધુ છે અને જીએસટીથી થતી આવકમાં તેનું યોગદાન 11 ટકા છે.
નવી દિલ્હીઃ ઓટો સેક્ટરમાં ભારે મંદી છે. વેચાણમાં 30-40 ટકા સુધીનો ઘટાડો થયો છે. મંદીની આ સ્થિતિ જો યથાવત રહી તો આવનારા દિવસોમાં આ ક્ષેત્રમાં લાખો લોકો બેરોજગાર થઈ જશે. મેન્ચુફેક્ચરિંગ સેક્ટર રોજગારનું સૌથી મોટુ સાધન છે અને તેમાં ઓટો સેક્ટરનું સૌથી મોટું યોદગાન છે. આ સિવાય બીએસ-6 માપદંડના પાલનને લઈને ઓટો ઉદ્યોગનું ઉત્પાદન વધુ ઘટવાની સંભાવના છે, જેના ફળસ્વરૂપે આ ક્ષેત્રમાં કામ કરતા લોકો પર બેરોજગારીનો ખતરો મંડરાઇ રહ્યો છે. કેટલિક ઓટોમોબાઇલ કંપનીઓના ક્વાર્ટરના પરિણામ સામે આવી ચુક્યા છે અને કેટલાકના બાકી છે. આ રિપોર્ટમાં સુધારના સંકેત દેખાઈ રહ્યાં નથી. ઓટો સેક્ટરની સ્થિતિનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે, જુલાઈ મહિનામાં મારૂતિના વેચાણમાં 33.5 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વેચાણમાં 15 ટકાનો ઘટાડો થયો છે.
ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે, GSTનો દર વધુ હોવા અને કૃષિ ક્ષેત્ર સંકટગ્રસ્ત હોવાની સાથે-સાથે વેતન તથા મજૂરીમાં વૃદ્ધિ ન હોવી અને લિક્વિડિટી ક્રંચ (તરલતાનું સંકટ) રહેવાના કારણે ઉદ્યોગમાં માગ ઓછી થઈ છે. જેથી દર મહિને વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે.
ગ્રાંટ થોર્નટન ઈન્ડિયાના પાર્ટનર વી. શ્રીધરએ કહ્યું કે, યાત્રી વાહનોનું વેચાણ ઘટવાથી આગળ ઉત્પાદનમાં ઘટાડો કરી શકાય છે. વી. શ્રીધરે કહ્યું, OEM (ઓરિજનલ ઇક્વિપમેન્ટ મેન્ચુફેક્ચરર) સંચાલન સ્તર પર ખર્ચને ઓછો કરવાનો માર્ગ શોધી રહ્યાં છે. તેમણે કહ્યું, મુશ્કેલ સમયમાંથી બહાર આવવા માટે તે ઉત્પાદનમાં ઘટાડાનો સહારો લઈ રહ્યાં છે.
ઓટો ઉદ્યોગના વેચાણમાં ઘટાડાનું શું મહત્વન છે, કારણ કે દેશના ઉત્પાદન ક્ષેત્ર (મેન્ચુફેક્ચરર સેક્ટર)ના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)માં તેનું યોગદાન લગભગ અડધું છે અને જીએસટીથી થતી આવકમાં તેનું યોગદાન 11 ટકા છે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (ફિચ ગ્રુપ)ના સીનિયર એનાલિસ્ટ રિચા બુલાનીએ જણાવ્યું, 'ગ્રાહકોની માગમાં લાંબા સમયથી સુસ્તી રહેવા અને ડીલરોની સાથે ઇન્વેન્ટરી વધવાથી ઓઈએમ માટે ઉત્પાદનમાં ઘટાડો કરવો જરૂરી થઈ ગયો છે.'